7 રૂપિયાથી 1600ને પાર પહોંચ્યો આ મલ્ટીબેગર શેર, 4 વર્ષમાં સ્ટોકમાં આવી 22000% ની તોફાની તેજી

કેપીઆઈ ગ્રીન એનર્જીના શેર છેલ્લા 4 વર્ષમાં 22000 ટકાથી વધુ વધી ગયા છે. કંપનીના શેર આ સમયમાં 7 રૂપિયાથી વધી 1600 રૂપિયાને પાર પહોંચી ગયા છે. કંપનીએ 2 બોનસ શેરની પણ ભેટ આપી છે. 

7 રૂપિયાથી 1600ને પાર પહોંચ્યો આ મલ્ટીબેગર શેર, 4 વર્ષમાં સ્ટોકમાં આવી 22000% ની તોફાની તેજી

નવી દિલ્હીઃ કેપીઆઈ ગ્રીન એનર્જીના શેરમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. એનર્જી કંપનીના શેર બુધવારે 5 ટકાની તેજીની સાથે 1637.90 રૂપિયા પર પહોંચી ગયા છે. કેપીઆઈ ગ્રીન એનર્જી (KPI Green Energy)ના શેર બુધવારે 52 સપ્તાહના નવા હાઈ પર પહોંચી ગયા છે. કેપીઆઈ ગ્રીન એનર્જીના શેર છેલ્લા 4 વર્ષમાં 7 રૂપિયાથી વધી 1600 રૂપિયાને પાર પહોંચ્યા છે. કંપનીના શેરમાં આ દરમિયાન 22000 ટકાથી વધુની તેજી આવી છે. છેલ્લા સવા વર્ષમાં કેપીઆઈ ગ્રીન એનર્જીના સ્ટોકે ઈન્વેસ્ટરોને 2 વાર બોનસ શેર આપ્યા છે. 

7 રૂપિયાથી 1600ને પાર પહોંચ્યા કંપનીના શેર
કેપીઆઈ ગ્રીન એનર્જીના શેર 9 એપ્રિલ 2020ના 7.33 રૂપિયા પર હતા. એનર્જી કંપનીના શેર 21 ફેબ્રુઆરી 2024ના 1637.90 રૂપિયા પર પહોંચી ગયા છે. કેપીઆઈ ગ્રીન એનર્જીના શેરમાં છેલ્લા ચાર વર્ષમાં 22245 ટકાની તેજી આવી છે. છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીના શેર 8089 ટકા ઉપર ગયા છે. આ સમયમાં કંપનીનો શેર 20 રૂપિયાથી વધી 1637.90 રૂપિયા પર પહોંચી ગયો છે. તો છેલ્લા એક વર્ષમાં કેપીઆઈ ગ્રીન એનર્જીના શેરમાં 473 ટકાની જોરદાર તેજી આવી છે. 

કંપનીએ 2 વખત આપ્યા બોનસ શેર
કેપીઆઈ ગ્રીન એનર્જીએ છેલ્લા સવા વર્ષમાં પોતાના ઈન્વેસ્ટરોને 2 વખત બોનસ શેરની ભેટ આપી છે. કંપનીએ જાન્યુઆરી 2023માં પોતાના ઈન્વેસ્ટરોને 1:1 ના રેશિયોમાં બોનસ શેર આપ્યો હતો. એટલે કે કંપનીએ દરેક શેર પર 1 બોનસ શેર આપ્યો હતો. કેપીઆઈ ગ્રીન એનર્જીએ ફેબ્રુઆરી 2024માં 1:2 ના રેશિયોમાં બોનસ શેર આપ્યા છે. એટલે કે કંપનીએ દરેક 2 શેર પર 1 બોનસ શેર આપ્યો છે. કેપીઆઈ ગ્રીન એનર્જીના શેરમાં છેલ્લા 6 મહિનામાં 181 ટકાની તેજી આવી છે. આ દરમિયાન કંપનીના શેર 582.57 રૂપિયાથી વધી 1637.90 રૂપિયા પર પહોંચી ગયા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news