આ 17 રૂપિયાના શેર પર તૂટી પડ્યા રોકાણકારો, અપર સર્કિટ લગાવવી પડી, કારણ ખાસ જાણો

આ 17 રૂપિયાના શેર પર તૂટી પડ્યા રોકાણકારો, અપર સર્કિટ લગાવવી પડી, કારણ ખાસ જાણો

જીઈ પાવર ઈન્ડિયાએ જણાવ્યું છે કે તેને જય પ્રકાશ પાવર વેન્ચર્સ લિમિટેડ પાસેથી 774.90 કરોડ રૂપિયાના બે ઓર્ડર મળ્યા છે. બીએસઈ ફાઈલિંગમાં કહેવામાં આવ્યું છે કે જીઈ  પાવર ઈન્ડિયાને જય પ્રકાશ પાવર વેન્ચર્સ પાસેથી નિગરીમાં નિગરી સુપર થર્મલ પાવર પ્લાન્ટ અને બીનામાં  બીના થર્મલ પાવર પ્લાન્ટ માટે ડીએન્ડઈ અને ભીના ચૂના પથ્થર આધારિત એફજીડીની આપૂર્તિ માટે બે ઓર્ડર મળ્યા છે. નિગરી પ્લાન્ટ માટે ઓર્ડરની કિંમત 490.5 કરોડ રૂપિયા અને 18 ટકા જીએસટી તથા બીના પ્લાન્ટ માટે 284.4 કરોડ રૂપિયા છે. નિગરી પ્લાન્ટ માટે ઓર્ડરનો સમયગાળો 33 મહિના અને બીના પ્લાન્ટ માટે 30 મહિના છે. 

શેરમાં 5 ટકા તેજી
જયપ્રકાશ પાવર વેન્ચર્સના શેરની વાત કરીએ તો તેમાં 5 ટકાની તેજી જોવા મળી. સપ્તાહના ત્રીજા કારોબારી દિવસ બુધવારે શેર 17.68 રૂપિયા પર પહોંચી ગયો. 12 ફેબ્રુઆરી 2024ના રોજ શેરની કિંમત 23.99 રૂપિયા હતી. આ શેરનો 52 અઠવાડિયા લો છે. 

કેવા હતા ત્રિમાસિક પરિણામો
ગત જાન્યુઆરી મહિનામાં ડિસેમ્બર ત્રિમાસિકમાં જયપ્રકાશ પાવર વેન્ચર્સે ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા. આ ત્રિમાસિકમાં નેટ પ્રફિટ 172.85 કરોડ રૂપિયાનો હતો. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 68.66 કરોડ રૂપિયાનો પ્રોફિટ થયો હતો અને ગત વર્ષે સમાન ત્રિમાસિકમાં 217.97 કરોડ રૂપિયાની ખોટ ગઈ હતી. 

કંપનીએ કહ્યું કે ત્રિમાસિક માટે તેનું રાજસ્વ વાર્ષિક આધારે 1201.05 કરોડ રૂપિયાની સરખામણીમાં 82.36 ટકા વધીને 2190 કરોડ રૂપિયા થઈ ગયો. ત્રિમાસિક માટે પાવર સેગમેન્ટનું રાજસ્વ 1530.53 કરોડ રૂપિયા, કોલસા સેગમેન્ટનું રાજસ્વ 235.37 કરોડ રૂપિયા અને રેત ખનનું રાજસ્વ 659.87 કરોડ રૂપિયા રહ્યું. 

 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)

Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news