Gold Price: સોનાએ ફરી તોડ્યો રેકોર્ડ, 65000 ને પાર નિકળ્યું, ચાંદી પણ મજબૂત, કેમ આવી રહી છે તેજી?

Gold Price on Record High: સોનાની કિંમતમાં માર્ચની શરૂઆતથી જ તેજી જોવા મળી રહી છે. 21 ફેબ્રુઆરીના રોજ 24 કેરેટવાળું સોનું 62226 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતું. 29 ફેબ્રુઆરીના રોજ તેનો ભાવ 62282 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો. 

Gold Price: સોનાએ ફરી તોડ્યો રેકોર્ડ, 65000 ને પાર નિકળ્યું, ચાંદી પણ મજબૂત, કેમ આવી રહી છે તેજી?

Gold-Silver Rate Today: સોનાના ભાવમાં દિવસે ને દિવસે વધીને રેકોર્ડ હાઇ પર પહોંચી ગયા છે. સોનાના ભાવમાં આ તેજી લગ્નની સીઝન ઉપરાંત બીજા કારણોથી પણ આવી રહી છે. સોનું સોમવારે (7 માર્ચ)ના રોજ 690 રૂપિયાની તેજી સાથે અત્યાર સુધીના રેકોર્ડ લેવલ 65635 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો. આ સોનાનો અત્યાર સુધીનો ઓલ ટાઇમ હાઇ છે. સોની બજારમાં સોના ઉપરાંત ચાંદીમાં પણ તેજી જોવા મળી છે. સોનું 65000 ને પાર જવાની સાથે જ ચાંદી પણ 72000 ને પાર જતી રહી છે. 

10 દિવસમાં 3400 રૂપિયાનો વધારો
માર્ચની શરૂઆતથી જ સોનાની કિંમતમાં ભારે તેજી જોવા મળી રહી છે. 21 ફેબ્રુઆરીએ 24 કેરેટ સોનું 62226 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું. 29 ફેબ્રુઆરીએ તેનો ભાવ 62282 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો હતો. પરંતુ 1 માર્ચે તે 62592 રૂપિયા પર ખુલ્યો હતો અને 62816 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. 7 માર્ચે સોનાનો ભાવ 65049 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો હતો. આ પછી, સોમવાર એટલે કે 11 માર્ચની સવારે, સોનાનો ભાવ વધીને 65635 રૂપિયા થઈ ગયો. આ હિસાબે માત્ર 10 દિવસમાં સોનાની કિંમતમાં લગભગ 3400 રૂપિયાનો વધારો થયો છે.

11 માર્ચે સોના અને ચાંદીના ભાવ
24 કેરેટ સોનું --- રૂ 65635 પ્રતિ 10 ગ્રામ
23 કેરેટ સોનું --- રૂ 65372 પ્રતિ 10 ગ્રામ
22 કેરેટ સોનું--- 60122 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
18 કેરેટ સોનું --- રૂ 49226 પ્રતિ 10 ગ્રામ
ચાંદીની કિંમત --- રૂ 72539 પ્રતિ કિલો

કેમ આવી રહી છે સોનામાં તેજી? 
સોનાના ભાવ વધીને ઓલ ટાઇમ હાઇ 65635 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયા છે. પરંતુ જો તમે પણ તેમાં તેજી આવવાનું કારણ જાણવા માંગો છો તો તમને જણાવી દઇએ કે તેજી લગ્નની સીઝનના કારને નહી પરંતુ બીજા કારણોથી આવી રહી છે. જાણકારોનું કહેવું છે કે સોનામાં આ તેજી અમેરિકી ફેડરલ રિઝર્વ તરફથી નાણાકીય નીતિમાં ફેરફારની અપેક્ષાને કારણે આવી રહ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે વિશ્વભરની સેન્ટ્રલ બેંકો સોનાની ખરીદી કરી રહી છે.

પડોશી દેશ ચીન હાલમાં સોનાની સૌથી વધુ ખરીદી કરી રહ્યો છે. ગોલ્ડ અને સિલ્વરની કિંમત આગામી થોડા દિવસ સુધી તેજી યથાવત રહેવાની આશા છે. અમેરિકી ફેડ તરફથી વ્યાજદરમાં ઘટાડો થાય છે તો મે સુધી સોનાનો ભાવ ચઢીને 70 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે. આ પ્રકારે ચાંદીમાં પણ તેજી આવવાની આશા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news