GAP ગૃપના ગોપાલ ગોસ્વામી તથા અમરીશ પરાજીયા ધોલેરામાં બદલી રહ્યા છે રિયલ એસ્ટેટની કહાની... 

ગત તારીખ ૧૩ માર્ચના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ ધોલેરામાં ટાટા ગૃપના અત્યાધુનિક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ભૂમિપૂજન કરવાની સાથે જ ગુજરાતમાં નિર્માણ ક્ષેત્રની જાણીતી પ્રમુખ કંપની જીએપી એસોસિએટ્સ પ્રાઇવેટ લિમિટેડ ધોલેરા-SIR માં પોતાની ઉપસ્થિતિને વિસ્તૃત કરીને એક મોટી સિદ્ધિ મેળવવા જઈ રહી છે.

GAP ગૃપના ગોપાલ ગોસ્વામી તથા અમરીશ પરાજીયા ધોલેરામાં બદલી રહ્યા છે રિયલ એસ્ટેટની કહાની... 

ગત તારીખ ૧૩ માર્ચના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ ધોલેરામાં ટાટા ગૃપના અત્યાધુનિક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ભૂમિપૂજન કરવાની સાથે જ ગુજરાતમાં નિર્માણ ક્ષેત્રની જાણીતી પ્રમુખ કંપની જીએપી એસોસિએટ્સ પ્રાઇવેટ લિમિટેડ ધોલેરા-SIR માં પોતાની ઉપસ્થિતિને વિસ્તૃત કરીને એક મોટી સિદ્ધિ મેળવવા જઈ રહી છે. ટાટા ગૃપને ૯૧,૦૦૦ કરોડનાં રોકાણ સાથે દેશના પ્રથમ સેમિકન્ડક્ટર ઉત્પાદન કંપની સ્થાપિત કરવા માટે ગુજરાતના ધોલેરામાં લગભગ ૧૪૦ એકડ જમીન આપવામાં આવી છે.

GAP ગૃપે થોડા સમય પહેલા ધોલેરા-SIRમાં ૪૨૫૦૦ વર્ગ મીટર જમીનની સરકારની પહેલી હરાજી/વેચાણ થી જીતી હતી. પાંચ વર્ષમાં ૨૫૦૦ કરોડ રૂપિયાની વિશાળ પ્રોજેક્ટ હેઠળ એક એકીકૃત કેમ્પસનું બાંધકામ કરવામાં આવશે, જેમાં સ્ટાર હોટેલ, સર્વિસ એપાર્ટમેન્ટ, વ્યવસાઇક જગ્યા, રહેઠાણ એકમો તથા ગિફ્ટ સિટી જેવી ઓફિસ બિલ્ડિંગો બનાવવામાં આવશે.

જીએપી એસોસિએટ્સ પ્રાઇવેટ લિમિટેડના પ્રમોટર ગોપાલ ગોસ્વામી તથા અમરીશ પરજીયા આ પ્રોજેક્ટને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને તેઓએ ધોલેરા-SIR તરીકે પ્રધાનમંત્રી મોદી જીના સપનાના નગરને પરિપૂર્ણ કરવા માટે પોતાનું યોગદાન આપવાનું લક્ષ રાખેલ છે. તેઓએ જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહી ચૂકેલ દેશના વર્તમાન પ્રધાનમંત્રી મોદીના દૂરંદેશી વિચાર અને વિકસિત ભારતના લક્ષ પ્રાપ્તિનું એક ઉદાહરણ છે.

રિયલ-એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં ત્રણ દાયકાનો અનુભવ ધરાવતા તથા પ્રતિષ્ઠિત SVNIT થી મેનેજમેન્ટમાં ડોક્ટરેટની પદવી ધરાવતા ગોપાલ ગોસ્વામી જીએપી એસોસિએટ્સ પ્રાઇવેટ લિમિટેડને સક્ષમ નેતૃત્વ પ્રદાન કરે છે. ત્રણ દાયકાના પોતાના સફળ કારકિર્દીમાં ગોસ્વામીએ પોતાની કંપનીને સફળતા તરફ લઈ જવામાં એક મહત્વની ભૂમિકા નિભાવી છે. પોતાના કુશળ ઔધ્યોગિક તથા વ્યૂહાત્મક કૌશલ્ય માટે પ્રખ્યાત ગોપાલ ગોસ્વામીએ DHOLERA-SIR ના રિયલ એસ્ટેટ વિકાસમાં એક વિશ્વસનીય એકમ તરીકે જીએપી ગૃપની પ્રતિષ્ઠાને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ રોલ નિભાવ્યો છે.

જીએપી એસોસિએટ્સ પ્રાઇવેટ લિમિટેડના અન્ય પ્રમોટર અંબરીશ પરાજીયા સાહસ, દૂર્દૃષ્ટીના પ્રત્યક્ષ ઉદાહરણ છે. તે એક પ્રસિદ્ધ ઉદ્યોગસાહસિક છે, જે વિચારોને વાસ્તવિકતામાં તથા સપનાઓને હકીકતમાં બદલવાનું કૌશલ્ય ધરાવે છે. પોતાના કાર્યક્ષેત્રમાં પ્રસિદ્ધ પરજીયાના રિયલ એસ્ટેટ વ્યવસાય જે મુકામ પર છે તે તેમની દૂરદર્શિતા, સંશોધનાત્મકતા, દૃઢતા તેમજ હંમેશા આગળ વધારવાના સમર્પણની જ એક ફળશ્રુતિ છે. તેમણે જીએપી એસોસિએટ્સને એક નવી ઊંચાઈ પર પહોચાડવા માટે ના ફક્ત એક સક્રીય વલણ અપનાવ્યું છે પરંતુ તેમના સીમા બહાર જઈ વિચારવાના કૌશલ્યએ એક નવા વ્યવસાઇક ધોરણો સ્થાપિત કર્યા છે..

ગોપાલ ગોસ્વામીના જણાવ્યા મુજબ "અમે ધોલેરા-SIR અપાર સંભાવનાઓમાં વિશ્વાસ કરીએ છીએ, ટાટા પછી બીજી સેમિકન્ડક્ટર કંપનીઓ અહીં આવી શકે છે, ધોલેરાને બહુ જલ્દી વિશ્વના નકશામાં જગ્યા મળવાની છે, હજી આ તો બસ શરૂઆત છે." આગળ જણાવતા તેમને કહ્યું કે "૨૫૦૦ કરોડનાં રોકાણની સાથે આ ક્ષેત્ર માટે યોજનાઓ અમારા લક્ષમાં છે. ધોલેરા માટે મોદી જીનો દૃષ્ટિકોણ વૈશ્વિક ટેકનોલોજી કેન્દ્રોની સફળતાની વાર્તાઓ દર્શાવે છે. સ્માર્ટ યોજના, પાયાનું આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સેમિકન્ડક્ટર નિર્માણમાં ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે ભારતમાં ટેકનોલોજી ક્રાંતિનું કેન્દ્ર બનવા માટે ધોલેરા તૈયાર છે."

શ્રી પરજીયાના જણાવ્યા અનુસાર "જીએસપી ગૃપે અત્યાર સુધી કુલ અઢાર પ્રોજેક્ટ શરૂ કર્યા છે, ઔધ્યોગિક, રહેણાંકના વિકાસ પર મહત્વ આપવામાં આવ્યું છે. ૩૦૦ કરોડ રૂપિયા કરતાં વધારે રોકાણની સાથે તેઓ અહીં કુલ ૧૩ રહેણાંક પ્રોજેક્ટ વિકસિત કરી રહ્યા છીએ જેમાં ૫૦૦ થી વધારે ઘર બની રહ્યા છે, ૪૦ કરોડ રૂપિયાથી વધારે ભાગીદારી રોકાણ વળી ઔધ્યોગિક પ્રોજેક્ટ પણ આમાં શામિલ છે.

પોતાની વ્યવસાઇક વ્યૂહરચના તથા દૃષ્ટિકોણને કારણે GAP ગૃપ ઝડપથી બદલી રહેલ બજારમાં બાધાઓને દુર કરી અને શક્યતાઓનો ફાયદો ઉઠાવવા માટે સક્ષમ છે. કંપનીના વિભિન્ન પ્રકલ્પોમાં રહેણાંક, વ્યવસાઇક તથા ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટોનો સમાવેશ થયેલ છે.  સરળ તથા સસ્તા બાંધકામથી વધારે લાંબા સમય સુધી ચાલતા, સમુદાય કેન્દ્રિત વિકસિત કરવાનું કંપનીનું લક્ષ છે.

અંબરીશ પરજીયાના જણાવ્યા મુજબ, "પોતાના અત્યાધુનિક સેમિકન્ડક્ટર શહેરની સાથે ધોલેરામાં ભારતના ટેકનોલોજીના ભવિષ્યનું ઘડતર થઈ રહ્યું છે, નવીનતા અને ઉત્પાદક માટે એક વૈશ્વિક કેન્દ્ર તરીકે પણ સ્થાપિત કરી રહ્યું છે. શહેરની ભૌગોલિક સ્થિતિ અને પાયાની સ્માર્ટ ફ્રેમ તેને રોકાણ નું પ્રમુખ આકર્ષક સ્થળ બનાવે છે.

જીએપી એસોસિએટ્સ પ્રાઇવેટ લિમિટેડ નવા વિચારો તથા નવી ટેકનોલોજી સાથે લાંબા સમય સુધી ચાલવાવાળી સંપત્તિના નિર્માણ માટે હંમેશા સમર્પિત છે. જીએપી ગૃપ જે ક્ષેત્રમાં કામ કરે છે ત્યાં ગુણવત્તા અને શ્રેષ્ઠતા માટે હંમેશા પ્રયાસ કરે છે. જીએપી ગૃપ ધોલેરાના DLF બનવાની ઈચ્છા ધરાવે છે.

Disclaimer- This article is part of IndiaDotCom Pvt Ltd’s Consumer Connect Initiative, a paid publication programme. IDPL claims no editorial involvement and assumes no responsibility, liability or claims for any errors or omissions in the content of the article. The IDPL Editorial team is not responsible for this content.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news