Investments Tips: ₹644 થી તૂટીને ₹2 પર આવી ગયો આ શેર, હવે ખરીદવા માટે થાય છે પડાપડી?

Future Retail share: દિગ્ગજ બિઝનેસમેન કિશોર બિયાણીના ફ્યૂચર ગ્રુપની મોટાભાગની કંપની દેવાળીયા પ્રક્રિયામાંથી પસાર થઇ રહી છે. તેની અસર કંપનીઓના શેર પણ પડી છે. તમારી પાસે હાલમાં આ ખરીદવાની તક છે પણ સાવચેતીથી નિષ્ણાતોની સલાહ લઈને આ શેરની ખરીદી કરવી જોઈએ..

Investments Tips: ₹644 થી તૂટીને ₹2 પર આવી ગયો આ શેર, હવે ખરીદવા માટે થાય છે પડાપડી?

Stock Market News: દિગ્ગજ બિઝનેસમેન કિશોર બિયાણીના ફ્યૂચર ગ્રુપની મોટાભાગની કંપની દેવાળીયા પ્રક્રિયામાંથી પસાર થઇ રહી છે. તેની અસર કંપનીઓના શેર પણ પડી છે. એવી જ એક કંપની ફ્યૂચર રિટેલ લિમિટેડ છે. લાંબા સમયમાં શેરની કિંમત 5 રૂપિયાથી નીચે છે. કિશોર બિયાણી ટોચથી નીચે પટકાયા છે. એક સમયે કિશોર બિયાણીની કંપનીઓનો દબદબો હતો. રિલાયન્સ સાથે વિવાદ બાદ આ કંપની સતત ખોટમાં જઈ રહી છે. 

શું છે શેરની કિંમત
ગત શુક્રવારે ફ્યૂચર ફ્યૂચર રિટેલ લિમિટેડના શેરની કિંમત 2.59 રૂપિયા હતી. આ શેર ગત ક્લોઝિંગ 2.47 રૂપિયાના મુકાબલે 4.86 ની તેજી સાથે પહોંચી ગયો. તમને જણાવી દઇએ કે આ શેરની કિંમત 644 રૂપિયા સુધી પહોંચી ગઇ હતી. આ કિંમત નવેમ્બર 2017 માં હતી. આ લગભગ 99% ટકા નુકસાન બતાવે છે.

22 માર્ચના રોજ થઇ હતી બેઠક
ફ્યૂચર રિટેલના કમિટી ઓફ ક્રેડિટર્સ (CoC) ની બેઠક 22 માર્ચના રોજ થઇ હતી. તેની જાણકારી આપતાં કંપનીએ સ્ટોક એક્સચેંજને જણાવ્યું હતું કે આ 30મી બેઠક છે. 

મોટા દેવા હેઠળ છે કંપની
તમને જણાવી દઈએ કે ફ્યુચર રિટેલ ખૂબ જ દેવામાં ડૂબી ગયું છે. તેના ખરીદનારની શોધ ઘણા સમયથી ચાલી રહી હતી. 2020 માં મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ₹24,713 કરોડમાં ફ્યુચર ગ્રૂપના રિટેલ, જથ્થાબંધ બિઝનેસ અને લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ બિઝનેસને હસ્તગત કરવાની જાહેરાત કરી હતી. જોકે, વર્ષ 2022માં માલિકી માટે લાંબી લડાઈ બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે આ સોદો રદ કર્યો હતો. તે જ વર્ષે, રિલાયન્સ રિટેલે સેંકડો ફ્યુચર રિટેલ સ્ટોર્સ લીઝ પર લીધા.

આ દરમિયાન ફ્યૂચર રિટેલ લિમિટેડના નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ સમક્ષ લિક્વિડેશન માટેની અરજી હજુ પેન્ડિંગ છે.તમને જણાવી દઇએ કે ફ્યૂચર રિટેલ પર બેંક ઓફ ઇન્ડીયાના નેતૃત્વવાળા પોતાના લેણદારોનું ₹19,000 કરોડથી વધુનું દેવું બાકી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news