109 વર્ષ બાદ ફરી સાચી પડી આઈન્સ્ટાઈનની ભવિષ્યવાણી

શોધ

એસ્ટ્રોનોમર્સે અંતરિક્ષમાં કંઈક એવું જોયું છે જેણે મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનને એકવાર ફરી સાચા સાબિત કર્યાં છે.

વૈજ્ઞાનિકોએ પદાર્થને પ્રકાશની ગતિથી બ્લેક હોલના મોઢામાં પડતો જોયો છે. (Photo: ESA)

થિયરી

આઈન્સ્ટાઈને 1915માં સાપેક્ષતાનો સામાન્ય સિદ્ધાંત આપ્યો હતો. તેમણે બ્લેક હોલ સાથે જોડાયેલી આ ભવિષ્યવાણી કરી હતી.

ભવિષ્યવાણી

આઈન્સ્ટાઈનનું કહેવું હતું કે પદાર્થ એકવાર બ્લેક હોલની નજીક પહોંચી જાય તો ગુરૂત્વાકર્ષણની વિશાળ શક્તિ તેને એક ગોળાકાર કક્ષાને છોડવા અને સીધા અંદર જવા માટે મજબૂર કરી દેશે.

પુષ્ટિ

હવે Nasa ના Nustar અને NICER સ્પેસ ટેલીસ્કોપે કન્ફર્મ કર્યું છે કે બ્લેક હોલની ચારે તરફ એવા ક્ષેત્ર (પ્લંઝિંગ રિઝન) હાજર હોય છે.

મિસ્ટ્રી

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે નવી શોધથી બ્લેક હોલના મૂળભૂત રહસ્યો અને સ્પેસ-ટાઇમના નેચરની જાણકારી મળી શકે છે.

સ્ટડી

રિસર્ચના નવા પરિણામ રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટીના માસિક નોટિસેઝમાં છપાયા છે. તેણે આશરે 10 હજાર પ્રકાશ વર્ષ દૂર રહેલ બ્લેક હોલ સિસ્ટમ પર પ્રકાશ પાડ્યો.

શું મળ્યું?

વૈજ્ઞાનિકોએ બ્લેક હોલના એક્રેશન ડિસ્કના ગરમ પદાર્થથી નિકળનાર એક્સ કિરણોને પકડ્યા. પછી આ ડેટાને મેથેમેટિકલ મોડલ્માં ફીડ કરાવવા પર પ્લંઝિગ રીઝનથી આવતા પ્રકાશની જાણકારી મળી.

પૂરાવા

આઈન્સ્ટાઈનના સિદ્ધાંતે ભવિષ્યવાણી કરી હતી કે અંતિમ છલાંગ અસ્તિત્વમાં હશે, પરંતુ આ પ્રથમવાર છે જ્યારે વૈજ્ઞાનિકો તેને ઘટિત થતું પ્રદર્શિત કરવામાં સક્ષમ થયા છે.