Jio: 365 દિવસની વેલિડિટી, અનલિમિટેડ ડેટા અને કોલિંગ, સાથે મળશે એમેઝોન પ્રાઇમ ફ્રી

reliance jio: રિલાયન્સ જિયો 44 કરોડથી વધુ યૂઝર્સ સાથે દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની છે. જિયો પોતાના ગ્રાહકોને ઘણા પ્રકારના પ્લાન્સ ઓફર કરે છે. કંપનીની પાસે બે એવા પ્લાન છે, જેમાં યૂઝર્સને 365 દિવસ ડેટા, કોલિંગ અને એસએમએસનો ફાયદો મળે છે. 

Jio: 365 દિવસની વેલિડિટી, અનલિમિટેડ ડેટા અને કોલિંગ, સાથે મળશે એમેઝોન પ્રાઇમ ફ્રી

નવી દિલ્હીઃ Reliance Jio Cheapest Plan: રિલાયન્સ જિયોએ જ્યારથી ટેલીકોમ સેક્ટરમાં એન્ટ્રી કરી છે ત્યારથી કંપની યૂઝર્સને સસ્તા રિચાર્જ પ્લાન્સ ઓફર કરી રહી છે. સસ્તા પ્લાન્સની વાત આવે તો જિયોનું નામ સૌથી પહેલા આવે છે. જિયોએ લોકોને ઘણી એવી સુવિધા આપી જેનાથી તે દેશની નંબર વન ટેલીકોમ કંપની બની ગઈ છે. જિયોની પાસે 44 કરોડથી વધુ યૂઝર્સ છે.  

જિયોના વાર્ષિક પ્લાન
રિલાયન્સ જિયોના જે પ્લાનની અમે વાત કરી રહ્યાં છીએ તે 3227 રૂપિયાનો આવે છે. તેમાં યૂઝર્સને ઘણા શાનદાર બેનિફિટ્સ મળે છે. જો તમે તમારા જિયો નંબર પર 3227 રૂપિયાનું રિચાર્જ કરાવો છો તો તમને તેમાં 365 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં 365 દિવસ સુધી તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. આ સાથે તમને વારેવારે રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જાય છે.

730 જીબી ડેટા
આ પ્લાનમાં યૂઝર્સને ભરપૂર ડેટા પણ આપવામાં આવી રહ્યો છે. આ વાર્ષિક પ્લાનમાં કંપની યૂઝર્સને 730GB ડેટા ઉપલબ્ધ કરાવે છે એટલે કે તમે દરરોજ 2જીબી ડેટાનો ઉપયોગ કરી શકો છો. સાથે તમને દરરોજ 100 એસએમએસનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે. આ સાથે પ્લાનમાં અનલિમિટેડ 5જી ડેટા આપવામાં આવે છે. 

કંપની આપી રહી છે એમેઝોન પ્રાઇમનું ફ્રી સબ્સક્રિપ્શન
જો તમે ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમનો ઉપયોગ કરો છો તો આ પ્લાન તમારા માટે ખાસ છે. જિયોના 3227 રૂપિયાના પ્લાનમાં એક વર્ષ માટે એમેઝોન પ્રાઇમનું સબ્સક્રિપ્શન ફ્રી આપવામાં આવી રહ્યું છે. પરંતુ આ સબ્સક્રિપ્શન મોબાઇલ માટે મળશે. 

એમેઝોન પ્રાઇમ વીડિયો સિવાય તેમાં યૂઝર્સને બીજા ઘણા એડિશનલ બેનિફિટ્સ મળે છે. આ પ્લાનમાં કંપની યૂઝર્સને જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું સબ્સક્રિપ્શન પણ ફ્રી આપી રહી છે. એટલે કે તમે આ પ્લાનમાં ડેટા, કોલિંગ સાથે ઓટીટીનો ફાયદો ઉઠાવી શકો છો. 

જિયોનો 2999 રૂપિયાનો પ્લાન
જિયોની પાસે બીજો વાર્ષિક પ્લાન પણ છે. આ પ્લાનમાં 365 દિવસની વેલિડિટી આવે છે. કંપની આ પ્લાનમાં દરરોજ 2.5 જીબી ડેટા આપી રહી છે. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ અનલિમિટેડ કોલિંગ, અને એસએમએસનો લાભ આપવામાં આવે છે. આ સાથે પ્લાનમાં કંપની જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન આપી રહી છે. આ પ્લાનની કિંમત 2999 રૂપિયા છે. જો યૂઝર્સને વિસ્તારમાં 5જી સેવા ઉપલબ્ધ હોય તો જિયોના આ પ્લાનમાં અનલિમિટેડ 5જી ડેટા પણ આપવામાં આવી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news