Watch: જો ક્રિકેટ ન રમતા તો શું કરતા હોત વિરાટ કોહલી? લોકો તેમને કેમ બનાવતા મૂર્ખ

Virat Kohli IPL 2024: વિરાટ કોહલીએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યું દરમિયાન જણાવ્યું કે જો ક્રિકેટર ન હોત તો શું કરતા હોત. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવ્યો છે. 

Watch: જો ક્રિકેટ ન રમતા તો શું કરતા હોત વિરાટ કોહલી? લોકો તેમને કેમ બનાવતા મૂર્ખ

Virat Kohli IPL 2024: વિરાટ કોહલી (Virat Kohli) દુનિયાના ટોપ ક્રિકેટર્સની યાદીમાં સામેલ છે. તે પોતાના પરર્ફોમન્સના દમ પર ફેન્સના દિલો પર રાજ કરે છે. કોહલી ક્રિકેટ વડે સારી કમાણી કરી લે છે. આ સાથે સાથે તે બિઝનેસ પણ કરે છે. સોશિયલ મીદિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. તેમાં વિરાટ કોહલી કહે છે કે જો તે ક્રિકેટર ના હોત તો શું કરતા હોત. વિરાટ કોહલી (Virat Kohli) એ કહ્યું કે તે કદાચ બિઝનેસ કરતા હોત. પરંતુ તેમાં નુકસાન થઇ શકતું હતું.

જોકે વિરાટ કોહલી (Virat Kohli) ના ઇન્ટરવ્યુંનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તેમાં પૂછવામાં આવે છે કે તે તમે ક્રિકેટર ના હોત તો શું કરતા હોત. વિરાટ કોહલી (Virat Kohli) એ કહ્યું કે કંઇક ને કંઇક બિઝનેસ કરતો હોત. ઇમાનદારીથી કહું તો મેં વિચાર્યું જ નથી. બિઝનેસ આવડ તો જ નથી. હવે થોડું થોડું સમજી ગયો. જો ક્રિકેટ વિના બિઝનેસ કરતો હોત તો 200 ટકા મને લોકો મૂર્ખ બનાવી દેતા. 

વિરાટ કોહલી (Virat Kohli) ની આ વીડિયો ક્લિપ પર ઘણા રિએક્શન આપ્યા છે. ફેન્સે ઘણી ફની કોમેન્ટ્સ પણ કરી છે. ક્રિકેટની સાથે કોહલી બિઝનેસ પણ કરી રહ્યો છે. તેણે ઘણી મોટી બ્રાન્ડ્સ સાથે કરાર કર્યા છે. આના દ્વારા તેઓ કરોડો રૂપિયા કમાય છે. કોહલી કમાણીના મામલામાં વિશ્વના ટોચના ખેલાડીઓની યાદીમાં આવે છે.

— 𝙒𝙧𝙤𝙜𝙣🥂 (@wrognxvirat) May 3, 2024

તમને જણાવી દઇએ કે વિરાટ કોહલી (Virat Kohli) નું આઇપીએલ 2024 માં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. પરંતુ તેમની ટીમ કંઇ ખાસ કરી શકી નથી. વિરાટ કોહલી (Virat Kohli) ની આરસીબીએ આ સીઝનમાં 10 મેચ રમી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news