Hanuman Jayanti 2024: હનુમાન જયંતિના દિવસે આમાંથી કોઈ એક વસ્તુ પણ ઘરે લાવશો તો બજરંગબલી થશે પ્રસન્ન, ઘરમાં વધશે સુખ-શાંતિ

Hanuman Jayanti 2024: હિંદુ પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાની પૂનમની તિથિના દિવસે હનુમાનજીનો જન્મ થયો હતો. તેથી દર વર્ષે આ દિવસે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે. હનુમાન જયંતિ હનુમાનજીની પૂજા કરવા માટેનો વિશેષ દિવસ છે. 

Hanuman Jayanti 2024: હનુમાન જયંતિના દિવસે આમાંથી કોઈ એક વસ્તુ પણ ઘરે લાવશો તો બજરંગબલી થશે પ્રસન્ન, ઘરમાં વધશે સુખ-શાંતિ

Hanuman Jayanti 2024: હિન્દુ ધર્મ અનુસાર હનુમાનજીની પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિ વધે છે અને જીવનમાં આવેલી મુશ્કેલીઓ દૂર થાય છે. હનુમાનજીની પૂજા અર્ચના કરવાથી શનિ ગ્રહ સંબંધિત દોષ પણ દૂર થઈ જાય છે. હિંદુ પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાની પૂનમની તિથિના દિવસે હનુમાનજીનો જન્મ થયો હતો. તેથી દર વર્ષે આ દિવસે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે. હનુમાન જયંતિ હનુમાનજીની પૂજા કરવા માટેનો વિશેષ દિવસ છે. 

ક્યારે છે હનુમાન જયંતિ ? 

પંચાંગ અનુસાર આ વર્ષે ચૈત્ર મહિનાની પૂનમની તિથિ 23 એપ્રિલે સવારે 3 કલાક અને 25 મિનિટથી શરૂ થશે અને તેનું સમાપન 24 એપ્રિલ સવારે 5 કલાક અને 18 મિનિટે થશે. જેના કારણે આ વર્ષે હનુમાન જયંતી 23 એપ્રિલે ઉજવવામાં આવશે. આ વર્ષે હનુમાન જયંતી મંગળવારના દિવસે આવી રહી છે તેથી તેનું મહત્વ પણ વધી જાય છે. 

હનુમાન જયંતી પર ખરીદો આ વસ્તુઓ

ધાર્મિક માન્યતા અનુસાર હનુમાન જયંતિના દિવસે જો કેટલીક વસ્તુ ખરીદીને ઘરમાં લાવવામાં આવે તો તે શુભ ફળ આપનાર સાબિત થાય છે. આજે તમને આવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવીએ જેને ખરીદવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. 

હનુમાનજીની મૂર્તિ 

ધાર્મિક માન્યતા અનુસાર હનુમાનજીની મૂર્તિ હનુમાન જયંતીના દિવસે ખરીદીને ઘરે લાવવાથી શુભ ફળ મળે છે. હનુમાનજીની કોઈપણ મૂર્તિ ઘરે લાવી શકાય છે. 

સિંદુર 

શાસ્ત્ર અનુસાર હનુમાનજીને સિંદૂર અતિપ્રિય છે. હનુમાન જયંતી પર જો તમે સિંદૂર ખરીદો છો તો તે પણ શુભ ગણાય છે. 

લાલ રંગની વસ્તુ 

હનુમાનજીનો પ્રિય રંગ લાલ છે. જો હનુમાન જયંતીના દિવસે તમે ઘર માટે કોઈ લાલ રંગની વસ્તુ ખરીદો છો તો તે પણ શુભ ગણાય છે. 

ધ્વજ 

હનુમાન જયંતી પર ધ્વજ ખરીદવો પણ શુભ રહે છે. તમે ઘરે જ ધ્વજ બનાવી પણ શકો છો અને બજારમાંથી તૈયાર લાવી પણ શકો છો. ધ્વજને ઘર પર લગાવવાથી હનુમાનજીની કૃપા બની રહે છે. 

મીઠાઈ 

હનુમાન જયંતી પર ચણાના લોટના લાડુનો બજરંગ બલીને ભોગ ધરાવવો. કહેવાય છે કે આમ કરવાથી હનુમાનજી બધી જ મનોકામના પૂર્ણ કરે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news