વર્ષોથી પડેલી ટાલમાં પણ 1 મહિનામાં ઉગવા લાગશે નવા વાળ, અઠવાડિયામાં 2 વાર માથામાં લગાડો આ વસ્તુ

Aloe Vera:ખૂબ ઓછા લોકો જાણણા હશે કે એલોવેરા લગાડવાથી ટાલમાં પણ વાળ ઉગી શકે છે. તો ચાલો તમને જણાવીએ કે માથામાં પડેલી ટાલથી એલોવેરા જેલ કેવી રીતે છુટકારો અપાવી શકે છે.

વર્ષોથી પડેલી ટાલમાં પણ 1 મહિનામાં ઉગવા લાગશે નવા વાળ, અઠવાડિયામાં 2 વાર માથામાં લગાડો આ વસ્તુ

Aloe Vera: એલોવેરા માત્ર સ્કિન સંબંધિત સમસ્યામાં જ નહીં પરંતુ વાળની સમસ્યામાં પણ લાભ કરે છે. નિયમિત રીતે વાળમાં એલોવેરા જેલ લગાડવાથી વાળ મજબૂત થાય છે. જો માથામાં ખંજવાળ આવતી હોય અથવા તો વાળ સંબંધિત અન્ય સમસ્યા હોય તો એલોવેરા ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ખૂબ ઓછા લોકો જાણતા હશે કે એલોવેરા લગાડવાથી ટાલમાં પણ વાળ ઉગી શકે છે. તો ચાલો તમને જણાવીએ કે માથામાં પડેલી ટાલથી એલોવેરા જેલ કેવી રીતે છુટકારો અપાવી શકે છે.

વાળ ફરીથી ઉગાડવા માટે એલોવેરા જેલ

એલોવેરાનો ઉપયોગ કરવાથી વાળનો વિકાસ સારી રીતે થાય છે. જોકે આ વાતનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી પરંતુ રિસર્ચ કરનાર લોકોનું માનવું છે કે એલોવેરામાં રહેલા એલોઈનીન નામના યોગ્ય રસાયણ વાળના વિકાસને વધારે છે. તેમાં રહેલા કેટલાક તત્વો ખરતા વાળની સ્થિતિને સુધારે છે. 

કેવી રીતે લગાડવું એલોવેરા જેલ ? 

ખરતા વાળની સમસ્યા દૂર કરવા માટે અને નવા વાળ ઉગાડવા માટે તમે વાળમાં એલોવેરા જેલ લગાડી શકો છો. એલોવેરા જેલ માર્કેટમાં તૈયાર પણ મળે છે અને તમે ઘરે પણ તેને બનાવી શકો છો. જો તમારા ઘરે એલોવેરા હોય તો તેના પાનને તોડીને તેની વચ્ચેના ગરને બાઉલમાં કાઢી લેવો. 

હવે આ ગરમાં એક ચમચી મીઠા લીમડાનો રસ, એક ચમચી મેથી પાઉડર મિક્સ કરો. પાંચથી દસ મિનિટ આ પેસ્ટને રહેવા દો અને પછી માથામાં સારી રીતે લગાડો. 20 મિનિટ માટે આ પેસ્ટને માથામાં રહેવા દો અને પછી નોર્મલ પાણીથી વાળ સાફ કરી લો. અઠવાડિયામાં બે વખત આ રીતે એલોવેરા જેલ માથામાં લગાડશો એટલે હેર ગ્રોથ ઝડપથી થવા લાગશે. સાથે જ ખરતા વાળ અને ડેન્ડ્રફની તકલીફ તો કાયમ માટે દૂર થઈ જશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

Zee 24 Kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news