IMD Alert: 9-10 જૂનની આસપાસ દસ્તક દેશે મોનસૂન, ગરમીમાંથી મળશે રાહત, સારા વરસાદના અણસાર

Monsoon in India: હવામાન વિભાગની નવી સામાન્ય તારીખોના અનુસાર સામાન્ય રીતે મહારાષ્ટ્રમાં મોનસૂન 9-10 જૂનની આસપાસ પહોંચી જશે. આ પૂણેમાં 10 જૂન અને મુંબઇમાં 11 જૂનની આસપાસ દસ્તક આપે છે. 

IMD Alert: 9-10 જૂનની આસપાસ દસ્તક દેશે મોનસૂન, ગરમીમાંથી મળશે રાહત, સારા વરસાદના અણસાર

Monsoon Date: ગરમી પ્રકોપ સામે ઝઝૂમી રહેલા રાજ્યો હવે મોનસૂનની રાહતની રાહ જોઇ રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD નું પૂર્વાનુમાન છે કે 31 મેની આસપાસ મોનસૂલ કેરલમાં દસ્તક આપી શકે છે. હવે સંકેત મળી રહ્યા છે કે મહારાષ્ટ્ર,અ પૂર્વોત્તર અને પ્રાયદ્રીપીય ભારતીમાં પણ મોનસૂન પણ એન્ટ્રી સમય પર થઇ શકે છે. સામાન્ય રીતે 10 જૂનની આસપાસ મહારાષ્ટ્રમાં પહોંચી જશે. 

શું કહે છે જાણકાર
ટાઇમ્સ ઓફ ઇન્ડીયા સાથે વાતચીતમાં હવામાન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ''કેરળમાં ચોમાસાના આગમનની આસપાસ અરબી સમુદ્ર અથવા બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાતની ગેરહાજરી થોડા દિવસો પછી ચોમાસાની સમયસર પ્રગતિ સૂચવે છે.' તેમણે કહ્યું, 'ચક્રવાત સામાન્ય રીતે ચોમાસાના પ્રવાહને પ્રભાવિત કરે છે.'

તેમણે કહ્યું જોકે પૂર્વાનુમાનના હાલના મોડલથી તેની આશા નથી. સંભાવનાઓ છે કે કેરલમાં દસ્તકમાં મદદગાર રહેનાર પહેલી મોનસૂન પલ્સ તેને અડીને આવેલા દક્ષિણ પ્રાયદ્રીપીય ભારત અને પૂર્વોત્તર ભારતમાં પ્રગતિમાં મદદ કરી શકે છે. 

તેમણે કહ્યું કે સામાન્ય રીતે ભારતમાં મોનસૂન 5 જૂનની આસપાસ એન્ટ્રી કરે છે અને તેની પ્રગતિ મોનસૂન પલ્સ પર નિર્ભર કરે છે. હવામાન વિભાગની નવી સામાન્ય તારીખોના અનુસાર સામાન્ય રીતે મોનસૂન 9-10 જૂનની આસપાસ પહોંચે છે. આ પૂણેમાં 10 જૂન અને મુંબઇમાં 11 જૂનની આસપાસ દસ્તક આપે છે. રિપોર્ટ અનુસાર IMD પૂણેની મેઘા ખોલે જણાવે છે કે, મહારાષ્ટ્રના દક્ષિણી ભાગોમાં મોનસૂન વધવાનો સમય 5 જૂનની આસપાસ છે. 

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ એમ રાજીવને જણાવ્યું હતું કે, 'મૉડલ અનુમાન કરે છે કે જૂનમાં સારો વરસાદ થશે. ઉભરતા લા નીનાને કારણે આપણે સારા ચોમાસાની અપેક્ષા રાખી શકીએ છીએ. યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ પણ મહારાષ્ટ્ર અને ઉત્તરપૂર્વ સહિત દક્ષિણ ભારતમાં ચોમાસાના સમયસર આગમનનો સંકેત આપે છે. તેમણે કહ્યું, 'આ મોડલના આધારે મહારાષ્ટ્રમાં 10 જૂન સુધીમાં ચોમાસું આવી શકે છે.'

આજનું હવામાન
પશ્ચિમ રાજસ્થાનના કેટલાક સ્થળોએ હીટ વેવથી ગંભીર હીટ વેવની શક્યતા છે, જ્યારે પંજાબ, હરિયાણા-દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પૂર્વ રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ સ્થળોએ 17 મે  2024 ના રોજ ગરમીનું મોજું આવવાની શક્યતા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news