ફોન લગાવો અને સીઆર પાટીલ સાથે નાસ્તો કરવાનો મોકો મેળવો, ગુજરાતના એક શહેરમાં અપાઈ અનોખી ઓફર

Loksabha Election 2024 : સુરત શહેરમાં ઠેર ઠેર લાગ્યા ભારતીય જનતા પાર્ટીના બેનરો.... ફોન લગાવો, યૂપી જીતાવોના સૂત્રનો બેનરમાં ઉલ્લેખ... યૂપીના 20 લોકોને ફોન કરી ભાજપને જીતાડવાની કરી અપીલ.. તે બાદ સીઆર પાટીલ સાથે ચા-નાસ્તો કરવાનો મોકો પણ આપશે

ફોન લગાવો અને સીઆર પાટીલ સાથે નાસ્તો કરવાનો મોકો મેળવો, ગુજરાતના એક શહેરમાં અપાઈ અનોખી ઓફર

Surat News : ગુજરાતમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. પરંતુ દેશના કેટલાક રાજ્યમાં હજી ચોથા તબક્કાનું મતદાન બાકી છે. ત્યારે રાજકીય પાર્ટીઓએ હવે આ રાજ્યો પર ફોકસ વધાર્યું છે. જ્યાં મતદાન થઈ ગયું છે, તે રાજ્યના નેતાઓ હવે જ્યાં મતદાન બાકી છે ત્યાં પ્રચાર માટે કામે લાગી ગયા છે. યુપીનો કિલ્લો ફરી સર કરવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવીને પ્રચાર કરી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં રહેતા યુપીવાસીઓ માટે સુરત ભાજપ દ્વારા અનોખી ઓફર આપવામાં આવી છે. યુપીમાં ફોન લગાવો અને સીઆર પાટીલ સાથે નાસ્તો કરવાની તક મેળવો. 

બેનરમાં શું લખ્યું છે 
સુરત શહેરમાં હાલ ઠેર ઠેર અનેક જગ્યાોએ બેનર લગાવવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા બેનર લગાવવામાં આવ્યા છે. ફોન લગાવો યુપી જીતાઓના સૂત્ર સાથે બેનર લગાવવામાં આવ્યા છે. આ બેનરમાં લખવામાં આવ્યું જે વ્યક્તિ યુપીના 20 લોકોને ફોન કરીને ભાજપને જીતાડવાની અપીલ કરશે તેને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે ચા નાસ્તો કરવાનો મોકો મળશે. યુપીના 20 લોકોને ફોન કરી ભાજપને જીતાડવાની અપીલ બાદ જે વ્યક્તિઓને ફોન કર્યા તેનું નામ નંબર લોકસભાની વિગત જે તે ફોન કરનારે આપવાની રહેશે. ત્યારબાદ 4 જૂન પછી આ વ્યક્તિને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે ચા નાસ્તો કરવાનો મોકો મળશે.

યુપીમાં મતદાન વધારવા ભાજપની અનોખી પહેલ 
સુરત ભાજપ દ્વારા અનોખી ઓફર આપવામાં આવી છે કે, સુરતમાં વસતા યુપી વાસીઓ યુપીમાં રહેતા 20 સંબંધીઓને ફોન કરી ભાજપને મતદાન આપવા જણાવો અને સી આર પાટિલ સાથે ચા નાસ્તાની સાથે ફોટો પડાવો. સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા યુપીના મતદારોને મતદાન કરવા અનોખી પહેલ કરવામાં આવી રહી છે. 

સુરતમાં ઠેરઠેર લગાવાયા આ બેનર
સુરત શહેરમા ફોન લગાવો અને યુપી ને જીતાઓ સ્લોગન સાથેના બેનરો લગાવવામાં આવ્યા છે. આ બેનરોમાં સુરતમાં વસતા યુપીવાસીઓને તેમના વતનમાં વસતા લોકોને ફોન કરી ભાજપને જીતાડવા અપીલ કરવામાં આવી રહી છે. સાથે જ જે કોઈ વ્યક્તિ 20 લોકોને ફોન કરી ભાજપને જ મતદાન કરવા જણાવશે તેમને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે ચા નાસ્તો કરવાની સાથે  ફોટો પાડવાનો મોકો મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news