કળિયુગી શ્રવણ! જીવતે જીવ પિતાને પરમાત્માની જેમ પૂજી રહ્યાં છે દીકરાઓ, રસપ્રદ છે પિતાને ભગવાન બનાવવાની આ સ્ટોરી

મા બાપને ભૂલશો નહીં....આ પંક્તિઓ સાંભળતા જ આંખમાંથી આંસુ આવી જાય છે. કારણ કે પંક્તિમાં જે પાત્રની વાત કરાઈ છે પાત્ર એટલું મહાન અને પવિત્ર છે કે તેના જેટલા ગુણગાન ગાઈએ તેટલા ઓછા છે. ભગવાન પણ જેની સામે નતમસ્તક થઈ જાય છે, તે જીવતા જાગતા ભગવાન મા-બાપને ક્યારેય ભૂલશો નહીં.

કળિયુગી શ્રવણ! જીવતે જીવ પિતાને પરમાત્માની જેમ પૂજી રહ્યાં છે દીકરાઓ, રસપ્રદ છે પિતાને ભગવાન બનાવવાની આ સ્ટોરી

ઝી બ્યુરો/બનાસકાંઠા: તમે કળિયુગી પુત્રોની અનેક ઘટનાઓ સાંભળી હશે, તમે માતા-પિતાને તરછોડનારા કપાતર પુત્રોના સમાચાર જોયા હશે. તો પિતાના મૃત્યુ પછી લાખોનું દાન કરનારા દીકરાઓ પણ જોયા હશે પરંતુ અમે આપને પિતા માટે પુત્રોના પ્રેમની એક એવી કહાની બતાવીશું જે જોઈ તમે તમારા આંસુ નહીં રોકી શકો ત્યારે જુઓ કળિયુગમાં શ્રવણ જેવા પુત્રોનો આ ખાસ અહેવાલ.

મા બાપને ભૂલશો નહીં....આ પંક્તિઓ સાંભળતા જ આંખમાંથી આંસુ આવી જાય છે. કારણ કે પંક્તિમાં જે પાત્રની વાત કરાઈ છે પાત્ર એટલું મહાન અને પવિત્ર છે કે તેના જેટલા ગુણગાન ગાઈએ તેટલા ઓછા છે. ભગવાન પણ જેની સામે નતમસ્તક થઈ જાય છે, તે જીવતા જાગતા ભગવાન મા-બાપને ક્યારેય ભૂલશો નહીં. મા-બાપ વિશે કવિઓથી લઈ મોટા લેખકોએ ઘણું બધુ લખ્યું છે અને હજુ પણ લખાતું જ રહેશે પરંતુ ઘરડાઘરમાં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે, જેણે જન્મ આપ્યો તે જનતા અને પરમાત્મા સમાન પિતાને તરછોડતા અનેક પુત્રો તમે જોયા જ હશે. વૃદ્ધાશ્રમમાં જ્યારે એ ઘરડા મા-બાપના દ્રશ્યો જોઈએ ત્યારે કંપારી છૂટી જાય છે, આંખમાંથી આંસુ રોકી શકાતા નથી જેણે મોટા કર્યા તે મા-બાપને છોડી દેનારા કપાતર પુત્રોને બનાસકાંઠાના એક નાનકડા ચડોતર ગામના આ બે પુત્રોને જોવો જોઈએ. કરેણ પરિવારના સંતાનોએ પોતાના પિતા માટે જે કામ કર્યું છે તેને સો સો સલામ છે.

જીવતા મા-બાપને વૃદ્ધશ્રમમાં રાખતા અને તેમના મર્યા પછી લાખોનું દાન કરી દેખાડો કરતા આજના યુવાનોએ આ દ્રશ્યો અચુક જોવા જોઈએ.ખેતર વચ્ચે તમે જે મૂર્તિ જોઈ રહ્યા છો તે કોઈ સંત કે મહાપુરૂષની નથી. આ મૂર્તિ તો એક જીવતા જાગતા બાપની છે. હા, હયાત બાપની પ્રતિમા લગાવી પુત્રોએ પોતાના પિતા પ્રત્યેના પ્રેમને ઊજાગર કર્યો છે. મર્યા પછી તો માતા-પિતાની સૌ પૂજા કરે, પરંતુ જીવતા પિતાને પરમાત્મા સમજી જે પૂજે એ જ સાચો પુત્ર કહેવાય. રાયસંગભાઈ કરેણના બે પુત્રો પોતાના પિતા માટે કંઈક એવું કામ કર્યું છે કે જેની ચર્ચા બનાસકાંઠા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે. પોતાની જ પ્રતિમા જોઈ એક પિતાને કેટલી ખુશી થતી હશે તેતો માત્ર કલ્પના જ કરી શકાય.

  • પિતા માટે આવો પણ હોય છે પુત્રોનો પ્રેમ
  • કળિયુગી કપાતર પુત્રોએ જોવી જોઈએ આ કહાની 
  • પિતા માટે પુત્રોના પ્રેમની એક અનોખી કહાની 
  • પરમાત્મા સમાન જીવતા પિતાની પ્રતિમા
  • પુત્રોએ હયાત પિતાની ખેતરમાં લગાવી પ્રતિમા
  • હસમુખ કરેણની પિતા ભક્તિનો સો-સો સલામ 

Vi એ લોન્ચ કર્યો ઈન્ડસ્ટ્રીઝનો સૌથી સસ્તો પ્લાન, માત્ર 1 રૂપિયામાં મળશે આટલા ફાયદા

રાયસંગભાઈને બે પુત્રો છે, બન્ને પુત્રોને પિતા માટે એટલો પ્રેમ છે કે તેઓ પોતાના પિતાને ભગવાન જ માને છે. બન્ને પુત્રોને એવો વિચાર આવ્યો કે આપણે પિતા માટે કંઈક એવું કરીએ કે જેની શીખ આજની યુવા પેઢી લે. તેથી પિતાની મૂર્તિ બનાવવાનો વિચાર આવ્યો અને ત્યારપછી પિતાને લઈ તેઓ ઉદયપુર ગયા અને ત્યાં પિતાની આબેહૂબ મૂર્તિ તૈયાર કરાવી . 6 મહિનાની મહેનત અને અંદાજિત 4થી 5 લાખના ખર્ચે આ મૂર્તિ તૈયાર થઈ છે.

જીવતા વ્યક્તિની પ્રતિમા લાગેલી હોય તો સ્વાભાવિક છે કે સૌ કોઈને આશ્ચર્ય થાય. રાયસંગભાઈના ખેતરમાં જે પ્રતિમા લાગી છે તેનાથી સૌ કોઈ આશ્ચર્યચકિત થાય છે. પરંતુ એક પિતા માટે પુત્રો આવું પણ કરી શકે તેનાથી સૌ ગદગદ પણ થઈ રહ્યા છે. રાયસંગભાઈના બન્ને સંતાનોએ માત્ર પ્રતિમા જ નહીં પરંતુ 10 ગામના લગભગ 11 હજારથી વધુ લોકોને ભોજન પણ કરાવ્યું હતું. કળિયુગમાં શ્રવણ જેવા રાયસંગભાઈના બન્ને પુત્રોનું માનવું છે કે પથ્થરની મૂર્તિ કરતાં જે જીવતી જાગતી મૂર્તિ છે તેની સાચી સેવા કરીશું તો જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે.

આજના જમાનામાં હસમુખભાઈ જેવા સંતાનો બહુ ઓછા હોય છે. કારણ કે આજે આપણે અનેક બા-બાપને કપાતર પુત્રોને કારણે રડતા જોયા છે, પુત્ર અને પુત્રવધુના ત્રાસથી પોતાનું જ ઘર છોડીને જતા માતા-પિતા જોયા છે. પોતાના જ પારકા બની જાય ત્યારે આવા મા-બાપ પર શું વિતતી હશે? અને તેથી જ કહેવામાં આવ્યું છે કે, ધન ખરચતાં મળશે બધું, માત-પિતા મળશે નહીં, પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news