ગુજરાતમાં ખાવાના તેલ સાથે થઈ રહ્યાં છે ચેડા, તેલના જૂના ડબ્બાઓમાં નવું પેકેજિંગ

Groundnut Oil prices Hike Again : રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફૂડ આઈટમના પેકેજિંગ માટે રિસાયકલ્ડ ટીનના ગેરકાયદે વપરાશ કરતા ઉત્પાદકો પર બાજ નજર રાખવા તમામ જિલ્લાના ડેઝિગ્નેટેડ ઓફિસરોને નિર્દેશ કર્યો

ગુજરાતમાં ખાવાના તેલ સાથે થઈ રહ્યાં છે ચેડા, તેલના જૂના ડબ્બાઓમાં નવું પેકેજિંગ

food and drug department order : હાલ ખાણીપીણીને લઈને લોકોના આરોગ્ય સાથે ભારોભાર ચેડા થઈ રહ્યાં છે. આઈસ્ક્રીમ, બરફના ગોળાથી લઈને તેલ, હળદર, મરચું, ઘી વગેરેમાં ભેળસેળ થઈ રહી છે. ત્યારે હવે ખાદ્યતેલમાં ભેળસેળનું નવા પ્રકારનુ કૌભાંડ સામે આવ્યું છે. તેલના જૂના ડબ્બાઓમાં નવું પેકેજિંગ કરીને તેલ વેચાઈ રહ્યું છે. આ કારણે લોકોની હેલ્થ બગડી સકે છે. તેથી લોકોની હેલ્થ બગડે તે પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ અંગે આદેશ કરવામા આવ્યા છે. 

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફૂડ આઈટમના પેકેજિંગ માટે રિસાયકલ્ડ ટીનના ગેરકાયદે વપરાશ કરતા ઉત્પાદકો પર બાજ નજર રાખવા તમામ જિલ્લાના ડેઝિગ્નેટેડ ઓફિસરોને નિર્દેશ કર્યો છે. ઉત્પાદકો અવાર નવાર રિસાઈકલ્ડ (જૂના ટીન) નો ઉપયોગ કરતાં હોય છે, આવી પેઢીઓની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે તંત્રે રાજ્યભરના ડેઝિગ્નેટેડ ઓફિસરોને સૂચના આપી છે. રિસાઇકલ કરાયેલા ટીન પહેલેથી જ એક વખત ઉપયોગમાં લેવાઈ ચૂક્યા હોય છે, ફૂડ આઈટમના વપરાશ પછી ગાહક દ્વારા તેનો નિકાલ કરવામાં આવે છે અને ત્યાર બાદ અનૈતિક રીત રસમ અપનાવી પેકર્સ દ્વારા તેનો પેકિંગ માટે ફરીથી ઉપયોગ કરવામાં આવે છે. 

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નિયમો પ્રમાણે ખાવાની કોઈ પણ વસ્તુના પેકેજિંગ માટે વપરાયેલા કન્ટેનર ડબ્બાનો ફરીથી ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે.

ચેપ, એલર્જી, રિએક્શન જેવી સમસ્યા ઊભી થવાનું જોખમ
રિસાયકલ કરાયેલા ડબ્બા વ્યાપકપણે ઉપલબ્ધ હોવા છતાં ઘણા લોકો તેના ઉપયોગ સાથે સંકળાયેલા સંભવિત જોખમોથી હજુય અજાણ છે. યોગ્ય રીતે સાફ કર્યા વિના કે રિપર્પઝ કરાયા વિના ફરીથી ઉપયોગમાં લેવાતા આવા ડબ્બા સમય જતાં આરોગ્યને લગતા મોટા જોખમો ઊભા કરે છે. લોકો અજાણતા જ ખાદ્ય ચીજ વસ્તુઓને લગતા ચેપ, એલર્જી, રિએક્શન અથવા ગંભીર સ્વાસ્થ્યની સ્થિતિમાં મુકાઈ શકે છે. કેટલાક અભ્યાસમાં બહાર આવ્યું છે કે, નુકસાન પામેલા કે રિસાઇકલ કરેલા ડબ્બા માનવ શરીર પર પેટના ભાગના અવ્યવો પર ગંભીર અસર ઊભી કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news