TMKOC ના 'સોઢી' હેમખેમ ઘરે પહોંચી ગયા, અત્યાર સુધી ક્યાં હતાં તે જાણીને બે ઘડી  તમે પણ અવાક થઈ જશો

Gurucharan Singh: છેલ્લા કેટલાય દિવસથી ગાયબ થઈ જનારા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનારા ગુરુચરણ સિંહ આખરે હેમખેમ ઘરે પાછા ફર્યા છે. તેઓ 25 દિવસથી ગાયબ હતા. તેમના પિતાએ દિલ્હી પોલીસમાં ગૂમ થવા અંગે ફરિયાદ દાખલ કરી હતી. અનેક દિવસોથી ગાયબ રહેનારા ગુરુચરણ સિંહ આપોઆપ પાછા ફર્યા છે

TMKOC ના 'સોઢી' હેમખેમ ઘરે પહોંચી ગયા, અત્યાર સુધી ક્યાં હતાં તે જાણીને બે ઘડી  તમે પણ અવાક થઈ જશો

છેલ્લા કેટલાય દિવસથી ગાયબ થઈ જનારા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનારા ગુરુચરણ સિંહ આખરે હેમખેમ ઘરે પાછા ફર્યા છે. તેઓ 25 દિવસથી ગાયબ હતા. તેમના પિતાએ દિલ્હી પોલીસમાં ગૂમ થવા અંગે ફરિયાદ દાખલ કરી હતી. અનેક દિવસોથી ગાયબ રહેનારા ગુરુચરણ સિંહ આપોઆપ પાછા ફર્યા છે. આ દરમિયાન અભિનેતાએ જે કહ્યું તે સાંભળીને બધા અવાક રહી ગયા. 

શું કહ્યું ગુરુચરણ સિંહે?
મીડિયા રિપોર્ટ્સ મુજબ ગુરુચરણ સિંહે પૂછપરછમાં જણાવ્યું કે તેઓ દુનિયાદારી છોડીને ધાર્મિક પ્રવાસે નીકળ્યા હતા. આ બધા વચ્ચે અનેક દિવસો સુધી અમૃતસર, પછી લુધિયાણા અને અનેક શહેરોમાં ગુરુદ્વારામાં રોકાયા. ત્યારબાદ તેમને અહેસાસ થયો કે હવે ઘરે પાછા ફરવું જોઈએ. એટલે તેઓ ઘરે પાછા ફર્યા. 

અત્રે જણાવવાનું કે 22 એપ્રિલના રોજ ગુરુચરણ સિંહ પોતાના દિલ્હી ખાતેના ઘરેથી મુંબઈ જવા રવાના થયા હતા. તેઓ ફ્લાઈટ પકડવા માટે નીકળ્યા હતાં પરંતુ ફ્લાઈટ પકડી નહીં. ત્યારબાદ તેમના ગૂમ થવાના સમાચાર 26 તારીખે સામે આવ્યા. પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કિડનેપિંગનો કેસ સમજીને એ રીતે ફરિયાદ લીધી અને તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યાં  મુજબ ગુરુચરણ સિંહ 24 એપ્રિલ સુધી દિલ્હીમાં જ હતા. ત્યારબાદ તેમનો મોબાઈલ બંધ થયો હતો. એ પણ માલૂમ પડ્યું હતું કે જલદી તેમના લગ્ન થવાના હતા. આ બધા વચ્ચે તેઓ આર્થિક તંગીમાંથી પણ પસાર થઈ રહ્યા હતા. 

તપાસમાં ગુરુચરણ અંગે અનેક ક્લુ પણ મળ્યા હતા. 22 એપ્રિલના રોજ જ્યારે તેઓ ઘરેથી મુંબઈ જવા માટે રવાના થયા તો તેઓ મુંબઈ પહોંચ્યા નહીં. જે વ્યક્તિ તેમને મુંબઈ રિસિવ કરવા આવ્યા હતા તેને પણ તેમણે મિસલીડ કર્યા હતા. ત્યારબાદ ગુરુચરણે 14 હજાર રૂપિયા એટીએમમાંથી કાઢ્યા એવા પણ સમાચાર આવ્યા હતા. 

અનેક બેંક ખાતા
દિલ્હી પોલીસની તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે તેઓ 10 જેટલા બેંક ખાતા વાપરતા હતા. તથા બીજું પણ એક ચોંકાવનારું રહસ્ય સામે આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ મુજબ તપાસ સાથે જોડાયેલા એક પોલીસ અધિકારીના જણાવ્યાં મુજબ ગુરુચરણ સિંહને પોતાની 'નિગરાણી' થઈ રહી હોવાની શંકા હતી. જેના કારણે તેઓ વારંવાર પોતાના ઈમેઈલ ખાતા બદલતા હતા.

પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે 26 એપ્રિલના રોજ પાલમ પોલીસ મથકમાં આઈપીસીની કલમ 365 (ભારતથી બહાર લઈ જવા કે ગુપ્ત રીતે કેદ કરવાના ઈરાદાથી અપહરણ કરવું) હેઠળ મામલો નોંધવામાં આવ્યો હતો. અધિકારીએ કહ્યું કે એક પોલીસ ટુકડીને અભિનેતાના મોબાઈલ ફોનથી તેમના લોકેશન ટ્રેસ કરવાનું કામ સોંપાયું છે. અધિકારીએ કહ્યું કે સિંહનો મોબાઈલ ફોન 22 એપ્રિલની રાતે 9.22 વાગ્યાથી બંધ છે. સીસીટીવી ફૂટેજના આધારે તેમનું અંતિમ સ્થાન દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના ડાબડીમાં હોવાનું જાણવા મળ્યું હતું. જ્યાં તેઓ આઈજીઆઈ એરપોર્ટ પાસે ભાડાની ઈરિક્ષામાં પહોંચ્યા હતા. 

બે મોબાઈલ ફોન રાખતા હતા
એવું પણ સામે આવ્યું હતું કે અભિનેતા બે મોબાઈલ ફોન રાખતા હતા પરંતુ તેમાંથી એક ફોન તેમણે દિલ્હી સ્થિત પોતાના ઘરે જ છોડી દીધો. એક અન્ય અધિકારીએ કહ્યું કે તેમણે છેલ્લો ફોન પોતાના મિત્રને કર્યો હતો જે તેમને મુંબઈ એરપોર્ટ લેવા આવવાનો હતો. પોલીસ ટીમોએ તેમના બેંક ખાતાઓ અને ક્રેડિટ કાર્ડથી લેવડદેવડની પણ તપાસ કરી છે. જે દેખાડે છે કે છેલ્લી લેવડદેવડ 14000 રૂપિયાની હતી. આ રકમ ગૂમ થયાના દિવસે એક બેંક ખાતામાંથી કાઢી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેમની આર્થિક સ્થિતિ સારી ન હતી કારણ કે તેમના પર અનેક દેવા હતા. જો કે હવે તો ગુરુચરણ સિંહ પાછા ફર્યા છે એટલે તેમના ચાહકોને પણ હવે હાશકારો  થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news