Parineeti-Raghav ના લગ્નમાં આવનાર દરેકના ફોન થશે ટેપ, લીક નહીં થાય એક પણ ફોટો કે વીડિયો

Parineeti-Raghav Wedding: લગ્નમાં આવનાર દરેક મહેમાનોના મોબાઈલ ફોન લગ્નમાં જતી વખતે અને બહાર નીકળતી વખતે ચેક કરવામાં આવશે. તેના માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક મહેમાનના ફોનને લગ્નના વેન્યૂ પર પહોંચતાની સાથે જ ટેપ કરી દેવામાં આવશે.

Parineeti-Raghav ના લગ્નમાં આવનાર દરેકના ફોન થશે ટેપ, લીક નહીં થાય એક પણ ફોટો કે વીડિયો

Parineeti-Raghav Wedding: પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢાના લગ્નના ફોટા કે વીડિયો સોશિયલ મીડિયા પર લીક ન થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેના માટે લગ્નમાં આવનાર દરેક મહેમાનોના મોબાઈલ ફોન લગ્નમાં જતી વખતે અને બહાર નીકળતી વખતે ચેક કરવામાં આવશે. તેના માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક મહેમાનના ફોનને લગ્નના વેન્યૂ પર પહોંચતાની સાથે જ ટેપ કરી દેવામાં આવશે.

જાણવા મળતી માહિતી અનુસાર હોટલમાં લગ્ન માટે આવનાર મહેમાનોના મોબાઈલ કેમેરા પર બ્લુ ટેપ ચોંટાડી દેવામાં આવશે. આ ટેપ લગાવ્યા બાદ લગ્ન દરમિયાન કોઈ પણ વ્યક્તિ વીડિયોગ્રાફી કે ફોટોગ્રાફી કરી શકશે નહીં. આ ટેપ પણ ખાસ હશે જેને કોઈ વ્યક્તિ પોતાની મરજી અનુસાર કાઢી કે ચોંટાડી શકશે નહીં. 

આ પણ વાંચો:

આ એક બ્લુ રંગની ટેપ હશે જેને મોબાઈલ કેમેરા પર લગાવ્યા બાદ જો કોઈ તેને હટાવે છે તો તે ટેપ પર તીરનું નિશાન દેખાવા લાગે છે. જ્યારે મહેમાનો લગ્નમાંથી પરત ફરશે ત્યારે ફોન ચેક કરવામાં આવશે. આ સિક્યોરિટી ચેક કરવાની જવાબદારી માટે ખાસ માણસો રાખવામાં આવ્યા છે. લગ્નની તૈયારીઓ અને લગ્નની વિધિના ફોટોગ્રાફ્સ અને વીડિયો લીક ન થાય તે માટે બ્લુ ટેપની વ્યવસ્થા કરવામાં આવી છે. આ નિયમ લગ્નમાં આવનાર મહેમાનો તેમજ હોટેલ સ્ટાફ, ડેકોરેશન, સાઉન્ડ સિસ્ટમ સ્ટાફ અને શેફને પણ લાગુ થશે.

લગ્ન બાદ પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢા પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરશે. આ લગ્નમાં દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ સહિત આમ આદમી પાર્ટીના નેતાઓની હાજરી પણ હશે. સાથે જ બોલીવુડના કરણ જોહર સહિત ઘણા સ્ટાર્સ, ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને ડિઝાઇનર મનીષ મલ્હોત્રા પણ ઉદયપુર પહોંચશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news