Parineeti Chopra: પરિણીતી ચોપડાએ દુરદર્શનથી કર્યું હતું ડેબ્યૂ, Video માં જુઓ પહેલા કેવી દેખાતી હતી પરિણીતિ

Parineeti Chopra Video: પરિણીતી ચોપડાએ તેના ઈંસ્ટાગ્રામ પર તાજેતરમાં જ એક વીડિયો શેર કર્યો છે. આ વિડીયો સાથે પરિણીતી ચોપડાએ જે કેપ્શન લખ્યું છે તેને વાંચીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. 

Parineeti Chopra: પરિણીતી ચોપડાએ દુરદર્શનથી કર્યું હતું ડેબ્યૂ, Video માં જુઓ પહેલા કેવી દેખાતી હતી પરિણીતિ

Parineeti Chopra Video: બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપડા તેની ફિલ્મ અમરસિંહ ચમકીલાના કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં પરિણીતી ચોપડાએ અમર નું પાત્ર ભજવ્યું હતું. અમર જ્યોતના પાત્રમાં પરિણીતી ચોપડાના ભારે વખાણ થઈ રહ્યા છે. જોકે આ ચર્ચાઓની વચ્ચે પરિણીતી ચોપડાએ તેના ઈંસ્ટાગ્રામ પર તાજેતરમાં જ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં પરિણીતી ચોપડા દૂરદર્શનના એક કાર્યક્રમમાં ગીત ગાતી જોવા મળે છે. આ વિડીયો સાથે પરિણીતી ચોપડાએ જે કેપ્શન લખ્યું છે તેને વાંચીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. 

આ પણ વાંચો:

પરિણીતી ચોપડાએ તેના ઈંસ્ટાગ્રામ પર આ વિડીયો શેર કર્યો છે. જેમાં તે એક દેશભક્તિનું ગીત ગાતી જોવા મળે છે. તેની સાથે અન્ય બાળકો પણ ગીત ગાતા દેખાય છે. પરિણીતી ચોપડા આ વીડિયોમાં લાલ રંગના ડ્રેસમાં જોવા મળે છે. વીડિયો શેર કરીને પરિણીતીએ લખ્યું છે મારું અસલી ડેબ્યુ... 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @parineetichopra

પરિણીતી ચોપડાનો આ થ્રોબેક વીડિયો જોઈને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વિડીયો પર પરિણીતીના ચાહકો એક પછી એક કોમેન્ટ કરી રહ્યા છે. પરિણીતી ચોપડા નાનપણથી જ આર્ટિસ્ટ હતી અને તેણે દૂરદર્શનથી ડેબ્યુ કર્યું હતું. પરિણીતી ચોપડા એક્ટિંગની સાથે સિંગિંગમાં પણ રસ ધરાવે છે. તાજેતરમાં આવેલી ફિલ્મ અમરસિંહ ચમકીલામાં પણ પરિણીતી ચોપડાએ પોતે ગીત ગાયેલા છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news