RBI Monetary Policy: લોન ચાલતી હશે તેને લાગશે ઝટકો, ફરી વધશે રેપો રેટ, 5 ઓગસ્ટે ક્રેડિટ પોલિસીની થશે જાહેરાત

આરબીઆઈ દ્વારા રેપો રેટમાં વધારો થવાથી આવનારા સમયમાં હોમ લોન, પર્સનલ લોન અને વાહન લોન જેવી તમામ પ્રકારની લોન પર ઈએમઆઈ મોંઘો થઈ શકે છે. 
 

RBI Monetary Policy: લોન ચાલતી હશે તેને લાગશે ઝટકો, ફરી વધશે રેપો રેટ, 5 ઓગસ્ટે ક્રેડિટ પોલિસીની થશે જાહેરાત

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્ક 5 ઓગસ્ટે સવારે ક્રેડિટ પોલિસીની જાહેરાત કરશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા મૌદ્રિક સમીક્ષા નીતિની બેઠકમાં રેપો રેટ વધારવાની જાહેરાત કરી શકે છે. આશા છે કે કેન્દ્રીય બેન્ક નીતિ દરોમાં 1 ટકા સુધીનો વધારો કરી શકે છે. હાલ રેપો રેટ 4.9 ટકા છે. નાણાકીય વર્ષના અંત સુધી ટર્મિનલ રેટને 5.90% સુધી લઈ જવામાં આવશે. 

5 ઓગસ્ટે રેપો રેટમાં વધારાની શક્યતા
આ પહેલા પણ આરબીઆઈએ મે અને જૂનમાં રેપો રેટમાં વધારો કર્યો હતો. રિઝર્વ બેન્કે 4 મે અને 8 જૂને રેપો રેટ વધાર્યો હતો. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે નિર્ણયની જાણકારી આપતા કહ્યુ હતુ કે મૌદ્રિક નીતિ સમિતિએ સામાન્ય સહમતિથી રેપો રેટ વધારવાનો નિર્ણય કર્યો છે. 

શું થશે અસર?
રેપો રેટ વધારવાની અસર તમારી હોમ લોન, કાર લોન કે અન્ય કોઈ લોન પર પડશે. જો તમારી પહેલાથી લોન ચાલી રહી છે કે તમે લોન લેવાના છો તો આવનારા દિવસોમાં બેન્ક તરફથી વ્યાજદર વધવાથી EMI પહેલાના મુકાબલે વધી જશે. 

શું હોય છે રેપો રેટ?
જે રેટ પર આરબીઆઈ તરફથી બેન્કોને લોન આપવામાં આવે છે, તેને રેપો રેટ કહેવામાં આવે છે. રેપો રેટ વધારવાનો મતલબ છે કે બેન્કોને આરબીઆઈ પાસેથી મોંઘા રેટ પર લોન મળશે. તેનાથી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનના વ્યાજદરમાં વધારો થઈ જશે. જેની સીધી અસર તમારા ઈએમઆઈ પર પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news