Crorepati Calculator: રોકેટ સ્પીડથી વધશે પૈસા, 15 વર્ષમાં હશો કરોડપતિ.. બસ આ ફોર્મ્યુલાથી કરો રોકાણ

જો તમે પણ ઓછા સમયમાં કરોડપતિ બનવા ઈચ્છો છો તો તમારે 12-15-20 ની ફોર્મ્યુલા અપનાવવી પડશે. આ ફોર્મ્યુલા તમને માત્ર 15 વર્ષમાં કરોડપતિ બનાવી દેશે. અહીં જાણો તમારે શું કરવું પડશે.

Crorepati Calculator: રોકેટ સ્પીડથી વધશે પૈસા, 15 વર્ષમાં હશો કરોડપતિ.. બસ આ ફોર્મ્યુલાથી કરો રોકાણ

Crorepati Formula: એક સમય હતો જ્યારે કરોડપતિ બનવું મુશ્કેલ લાગતું હતું પરંતુ આજના સમયમાં તે મુશ્કેલ નથી. તેનું કારણ છે કે આજે તમારી પાસે રોકાણ અને સારૂ રિટર્ન આપનાર ઘણા સાધન હાજર છે. Mutual Funds પણ એક એવી સ્કીમ છે. માર્કેટ લિંક્ડ આ સ્કીમમાં તમે લંપસમ કે SIP બંને રીતે રોકાણ કરી શકો છો. પરંતુ અહીં તમને જણાવીશું SIP વિશે. આ એવી સ્કીમ છે જેમાં 2000થી 5000 રૂપિયાની રકમ દર મહિને રોકાણ કરી તમે ખુદને કરોડપતિ બનાવી શકો છો. 

લાંબા સમયની એસઆઈપીમાં તમને રૂપી કોસ્ટ એવરેઝિંગનો ફાયદો મળે છે, તેવામાં માર્કેટનું જોખમ ઓછું હોય છે. તો કમ્પાઉન્ડિંગને કારણે લાંબા સમયની SIP ઝડપથી પૈસા ભેગા કરે છે. લાંબા સમયમાં SIP માં મળનાર વ્યાજ કોઈપણ અન્ય સ્કીમ કરતા સારૂ હોય છે. SIP એવરેજ 12 ટકાનું રિટર્ન માનવામાં આવે છે, ઘણીવાર તેનાથી વધુ પણ મળે છે. તેવામાં તમારી રકમ ઝડપથી વધે છે. પરંતુ જો તમે SIP દ્વારા ઓછા સમયમાં કરોડપતિ બનવા ઈચ્છો છો તો થોડી વધુ રકમનું રોકાણ કરવું પડશે. અહીં જાણો રોકાણની તે ફોર્મ્યુલા જે તમને માત્ર 15 વર્ષમાં કરોડપતિ બનાવી શકે છે. 

12-15-20 ની ફોર્મ્યુલા બનાવશે કરોડપતિ
જો તમારે ઓછા સમયમાં કરોડપતિ બનવું હોય તો તમારે  12-15-20 ની ફોર્મ્યુલા અપનાવવી પડશે.  12-15-20 માં 12નો મતલબ છે એવરેજ 12% રિટર્ન, 15 એટલે કે 15 વર્ષ સુધી રોકાણ કરવું પડશે અને 20 એટલે કે મહિને 20,000 નું રોકાણ કરવું પડશે. આ ફોર્મ્યુલા સાથે જો તમે 30 વર્ષની ઉંમરમાં રોકાણ શરૂ કરો છો તો 45 વર્ષ સુધીની ઉંમરમાં કરોડપતિ બની શકો છો. 

આ રીતે બનશો કરોડપતિ
જો તમે દર મહિને 20,000 રૂપિયાની એસઆઈપી દ્વારા મ્યૂચુઅલ ફંડમાં જમા કરો છો તો 15 વર્ષમાં કુલ 36,00,000 રૂપિયાનું રોકાણ કરશો. SIP Calculator પ્રમાણે જુઓ તો 12 ટકાના દરથી તમને તેના પર 64,91,520 રૂપિયા વ્યાજ તરીકે મળશે. આ રીતે 15 વર્ષ બાદ તમે ખુદ કુલ 1,00,91,520 રૂપિયાના માલિક બની જશો. જો રિટર્ન 15 ટકાના દરે મળ્યું તો તમે કુલ 1,35,37,262 રૂપિયાના માલિક હશો.

રોકાણ માટે 20,000 રૂપિયા કઈ રીતે નિકળશે?
જો તમારો પગાર 1,00,000 રૂપિયાની આસપાસ છે તો તમે સરળતાથી 20000 રૂપિયા મહિને રોકાણ કરવા માટે કાઢી શકો છો. નાણાકીય રૂલ કહે છે કે દરેક વ્યક્તિએ પોતાની કમાણીના ઓછામાં ઓછા 20 ટકાનું રોકાણ કરવું જોઈએ. જો તમે 1 લાખ રૂપિયાની કમાણી કરો છો તો તેના 20 ટકા 20000 થાય છે. તેવામાં તમે સરળતાથી આ રકમનું રોકાણ કરી શકો છો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news