લિવ ઈન રિલેશનશીપ બાદ હવે નવો ટ્રેન્ડ, ફ્રેન્ડશીપ મેરેજ : ના બાળકનું ટેન્શન ના ઘરની જવાબદારીનું

What is friendship marriage: લિવ ઈન રિલેશનશીપ બાદ હવે નવી પેઢીના યુવાનોએ નવો ટ્રેન્ડ અજમાવ્યો છે. નવી પેઢી પોતાની અનુકૂળતા મુજબ વિવિધ પ્રકારના ડેટિંગ અને લગ્નનો ટ્રેન્ડ લાવી રહી છે. આમાંથી એક ફ્રેન્ડશીપ મેરેજ છે જેમાં દંપતીને ન તો સંતાનનું ટેન્શન હોય છે કે ન તો ઘરની જવાબદારી.

લિવ ઈન રિલેશનશીપ બાદ હવે નવો ટ્રેન્ડ, ફ્રેન્ડશીપ મેરેજ : ના બાળકનું ટેન્શન ના ઘરની જવાબદારીનું

What is friendship marriage: જાપાની યુવાનોમાં ફ્રેન્ડશિપ મેરેજ ખૂબ જ પ્રચલિત છે. નવી પેઢીએ બાળકો અને ઘરની જવાબદારીઓથી બચવા માટે ટ્રેડિશનલ લગ્નથી અલગ ફ્રેન્ડશીપ મેરેજનો નવો ટ્રેન્ડ કાઢ્યો છે.  ફ્રેન્ડશિપ મેરેજમાં વિશેષતા ધરાવતી એજન્સી કલરસ દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, 2015થી અત્યાર સુધીમાં લગભગ 500 લોકોએ ફ્રેન્ડશિપ મેરેજ કર્યા છે.

આમાં પતિ-પત્નીનો સંબંધ અન્ય લગ્નોથી સાવ અલગ હોય છે. જેમાં કોઈ જવાબદારી જ હોતી નથી. જેઓ સારી કમાણી કરે છે પણ લગ્નની જવાબદારીઓથી દૂર રહેવા માગે છે એમના માટે આ ટ્રેન્ડ ઘણો ઉપયોગી છે. 

આ લગ્ન એ કપલને એકબીજાના સુખ દુખમાં એક સાથે રહેવા માટે બાદ્ કરતી નથી, આ ફક્ત મિત્રતાના આધારે નો સાથ હોય છે. જો તમે લગ્નના આ ટ્રેન્ડને યોગ્ય રીતે સમજવા માંગતા હોવ તો આ લેખ સંપૂર્ણ વાંચો-

ફ્રેન્ડશીપ મેરેજ શું છે?
ફ્રેન્ડશીપ મેરેજમાં કપલ કાયદેસર રીતે લગ્ન કરે છે. પરંતુ તેમની વચ્ચે કોઈ ભાવનાત્મક કે શારીરિક એટેચમેન્ટ હોતું નથી. આ યુગલો પરસ્પર આદર, મૂલ્યો, ખર્ચ, ભાવનાત્મક સમર્થન અને સ્થિરતાના આધારે સાથે રહેવાનું નક્કી કરે છે. આ કપલ એકસાથે બાળક પેદા કરવાનું ઇચ્છે તો રાખી શકે છે પણ કોઈ દબાણ હોતું નથી. સાદી ભાષામાં કહીએ તો આ લગ્નમાં પતિ-પત્ની લાઈફ પાર્ટનર નથી પણ માત્ર રૂમમેટ છે.

લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે આ ટ્રેન્ડ
30 વર્ષની ઉંમર પછી વધુ કમાણી કરનારા લોકો આ ટ્રેન્ડને ખૂબ પસંદ કરી રહ્યાં છે. આ સિવાય જે લોકો રોમેન્ટિક અથવા જાતીય આકર્ષણનો અનુભવ કરતા નથી, જેમાં અજાતીય અને LGBTQ+ લોકોનો સમાવેશ થાય છે. ફ્રેન્ડશીપ મેરેજ ફેમસ થવા પાછળ મોંઘવારી અને નોકરીની અસુરક્ષા સહિતના અન્ય કારણો હોવાનું કહેવાય છે.

ફ્રેન્ડશીપ મેરેજની વિશેષતા
એક સાથે રહેવું કે સાથે ના રહેવું એ નક્કી કરવું હંમેશાં આસાન રહે છે. બાળકો દત્તક લેવા સાથે પેદા કરવાનો વિકલ્પ, પરંપરાગત લગ્નને બદલે સપોર્ટિવ પાર્ટનર, લગ્ન પહેલાં ભવિષ્યના અનેક નિર્ણયો માટે સમય મળી જાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news