UK માં રહેતા 25 લાખ ભારતીયોને મોટો ઝટકો : આ વિઝામાં મોટા ફેરફાર આવી રહ્યાં છે

UK's Graduate Visas : બ્રિટનની ઋષિ સુનક સરકાર ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહી છે........બ્રિટનમાં ગ્રેજ્યુએટ રૂટ વિઝા બંધ થશે...દર વર્ષે લગભગ 91 હજાર ભારતીય વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન રૂટ દ્વારા વિઝા પ્રવેશ મેળવી શકશે નહીં

UK માં રહેતા 25 લાખ ભારતીયોને મોટો ઝટકો : આ વિઝામાં મોટા ફેરફાર આવી રહ્યાં છે

Britain Government : બ્રટિન સરકાર ભારતી વિદ્યાર્થીઓને મોટો ઝટકો આપવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ઋષિ સુનકની સરકાર માઈગ્રેશન એડવાઈઝરી કમિટીએ ગ્રેજ્યુએટ વિઝા રુટને લઈને એક એવો રિપોર્ટ બનાવ્યો છે, જે બ્રિટનમાં વસતા 25 લાખ ભારતીય વોટરને નારાજ કરી શકે છે. ગ્રેજ્યુએટ વિઝા રુટ બંધ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સુનિક કેબિનેટમાં તે અંગે પ્રસ્તાવ મૂકવામાં આવશે. 

રિપોર્ટ અનુસાર, જો આ યોજનાના પ્રાવધાન લાગુ થાય છે તો દર વર્ષે અંદાજે 91 હજાર ભારતીય વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ રુટથી વિઝા નહિ મળી શકે. હાલ દર વર્ષે અંદાજે 1 લાખ 30 હજાર ભારતીય વિદ્યાર્થીઓને આ માધ્યમથી એન્ટ્રી મળે છે. ઘટાડા બાદ માત્ર 39 હજાર વિદ્યાર્થીઓને જ એન્ટ્રી મળી શકશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021 માં શરૂ થયેલા ગ્રેજ્યુએશ વિઝા રુટથી ભારતીય અને અન્ય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માસ્ટર્સનો અભ્યાસ પૂર્ણ કર્યાના બે વર્ષ સુધી બ્રિટનમાં રહેવા અને નોકરી કરવાની પરમિશન મળે છે. બ્રિટનના ગૃહમંત્રી જેમ્સ ક્લૈવરલીનું કહેવું છે કે, જોવામાં આવ્યું છે કે, આ વિઝાનો ઉપયોગ વિદ્યાર્થીઓ ઈમિગ્રેશન માટે કરે છે. ત્રણ વર્ષ પહેલા 6 લાખ વિદ્યાર્થીઓને આના થકી એન્ટ્રી મળી હતી. 

સરકારના આ પ્લાનિંગથી આગામી વર્ષે આવી રહેલા ઈલેક્શન પર પણ મોટી અસર પડશે. વિપક્ષની લેબર પાર્ટીના અધ્યક્ષ કીથ સ્ટ્રેમરનું કહેવુ છે કે, સરકારના આ નિર્ણયથી બ્રિટનમાં રહેતા 25 લાખ ભારતીય વોટર આ કારણે નારાજ થઈ શકે છે. વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન વિઝા મળવાથી તેમનો ઈમિગ્રેશનનો દાવો મજબૂત થાય છે. કારણ કે અભ્યાસના બે વર્ષ સુધી સ્ટેની છુટ મળવાથી આ વિદ્યાર્થીઓ સ્કીલ્ડ વર્કરની કેટેગરીમાં આવી જાય છે. ભારતીય વિદ્યાર્થીમાં લગભગલ 80 ટકા લોકો અહીં મેડિકલ, એન્જિનિયરિંગ અથવા લોના અભ્યાસ માટે આવે છે. અભ્યાસ બાદ તેમને એક્સટેન્ડેન્ટ સ્ટે દરમિયાન સ્કીલ્ડ વર્કરની સેલેરી મળે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news