Dandruff: ડેન્ડ્રફને જડમૂળથી દુર કરી દેશે આ 9 ઘરેલુ ઉપાય

દહીં

દહીમાં એવા પ્રોબાયોટિક્સ હોય છે જે ડેન્ડ્રફ ઉત્પન્ન કરતી ફંગસને દૂર કરવામાં મદદ કરે છે. અઠવાડિયામાં એક વખત દહીં લગાવી શકાય છે.

લીમડાનું તેલ

લીમડાના તેલમાં એન્ટી બેકટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે જે ડેન્ડ્રફની દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે.

મેથી

મેથીને રાત્રે પાણીમાં પલાળી સવારે તેની પેસ્ટ બનાવીને વાળમાં લગાડો. તેનાથી પણ ડેન્ડ્રફ દૂર થવા લાગે છે.

આમળા

વિટામીન સી થી ભરપુર આમળા ડેન્ડ્રફને ઘટાડે છે. તમે આમળાની પેસ્ટ પણ વાળમાં લગાડી શકો છો અને આમળાનું તેલ બનાવીને પણ વાપરી શકો છો.

કાકડીનો રસ

વાળમાં કાકડીનો રસ લગાડવાથી પણ ડેન્ડ્રફ દૂર થાય છે તેનાથી માથાને ઠંડક પણ મળે છે.

નાળિયેર તેલ લીંબુનો રસ

નાળિયેરના તેલમાં લીંબુનો રસ મિક્સ કરીને વાળમાં લગાડવાથી દૂર કરવામાં મદદ મળે છે. આ ખૂબ જ જાણીતો અને જૂનો નુસખો છે.

બેકિંગ સોડા

મિંટ જ્યુસ સાથે બેકિંગ સોડા મિક્સ કરી પેસ્ટ બનાવો અને તેને વાળના મૂળમાં 15 મિનિટ માટે રાખો.

તેલ માલિશ

નિયમિત રીતે વાળમાં તેલ માલિશ કરવાથી પણ ડેન્ડ્રફ દૂર કરવામાં મદદ મળે છે.