આ છે ગુનાઓની દુનિયાનો નવો ડોન, આ રાજ્યોમાં છે પ્રભાવ, ગુજરાત પણ સામેલ

ગુનાઓની દુનિયા

દાઉદ અબ્રાહમ ભારતનો મોસ્ટ વોન્ટેડ ગુનેગાર છે. પરંતુ આ દિવસોમાં દેશના 11 રાજ્યોમાં પોતાનો દબદબો બનાવનાર માત્ર એક નામની ચર્ચા છે.

આ દેશોમાં પણ ડર

ન્યૂઝ18 ના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે ભારતના ડોનનું સામ્રાજ્ય કેનેડા, અમેરિકા, પોર્ટુગલ, અઝરબૈજાન, યુએઈ અને રશિયા સુધી ફેલાયેલું છે.

કયાં રાજ્યોમાં પ્રભાવ

આ ગુનેગાર જેલમાં છે અને ત્યાંથી ખેલ ચલાવી રહ્યો છે. તેનો પ્રભાવ, પંજાબ, હરિયાણા, MP, UP, રાજસ્થાન, બિહાર, બંગાળ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને ગુજરાતમાં વધુ છે.

નેટવર્ક

ગુનાઓની આ દુનિયાના નવા ડોને રાજ્યો તથા ક્ષેત્રો પ્રમાણે નેટવર્ક મોટું કર્યું છે. જેમ કેનેડા, પંજાબ, દિલ્હીની કમાન ગોલ્ડી બહાડ પાસે છે.

અમેરિકા

રાજસ્થાન, એમપી, અમેરિકાનું કામ રોહિત ગોદારા જુએ છે. પોર્ટુગલ, દિલ્હી, મહારાષ્ટ્ર, બિહાર અને બંગાળની કમાન અનમોલ બિશ્નોઈ પાસે છે.

ગોલ્ડી બરાડ, રોહિત ગોદારા અને અનમોલ બિશ્નોઈ ગેંગસ્ટર છે. તો હરિયાણા અને ઉત્તરાખંડમાં મોટું નામ કાલા જઠેડી જુએ છે. તેનો ગુનાઓની દુનિયાનો ઈતિહાસ છે.

કયાંથી આવે છે હથિયાર

આ મોટી ગેંગને હથિયાર, MP, UP, બિહાર સિવાય પંજાબની દરેક બોર્ડર પર આવેલા શહેરો, પાક, યુએસ, રશિયાથી મળે છે.

અમે વાત કરી રહ્યાં છીએ લોરેન્સ બિશ્નોઈની. તેનું નામ જેટલું જૂનું થઈ રહ્યું છે એટલી જગ્યાએ તેની ગેંગના ગુનાઓ જોવા મળી રહ્યાં છે.