Tata ની કારો પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, Nexon, Tiago, Altroz, Tigor પર કરો 60 હજાર સુધીની બચત

Tata Cars Discount in May 2024: મે મહિનામાં ટાટા મોટર્સ પોતાની ગાડીઓ પર બમ્પર ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. તમે પણ ટાટાની ગાડી ખરીદી આ ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવી શકો છો. 

Tata ની કારો પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, Nexon, Tiago, Altroz, Tigor પર કરો 60 હજાર સુધીની બચત

Tata Cars: મે મહિનામાં ટાટા મોટર્સ પોતાની ગાડીઓ પર બમ્પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. તમે ટાટાની કેટલીક કાર ખરીદી 60 હજાર રૂપિયા સુધીની બચત કરી શકો છો. જો તમે પણ નવી કાર ખરીદવા ઈચ્છો છો તો ઓછી કિંમતમાં આ કાર ખરીદવાની સારી તક છે. આવો જાણીએ કયાં-કયાં મોડલ પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Tata Tiago
જો તમે ટાટાની પોપુલર હેચબેક ટિયાગો ખરીદવાનું મન બનાવી રહ્યાં છો તો તમે પેટ્રોલ વેરિએન્ટ XT(O), XT અને XZ પર 60 હજાર સુધીનો ફાયદો ઉઠાવી શકો છો. આ ગાડીઓ પર 45000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 10,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 5 હજાર રૂપિયાનો કોર્પોરેટ બેનિફિટ મળી રહ્યો છે. ટિયાગોના બાકી પેટ્રોલ મોડલ્સ પર 35,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તો ટિયાગોનો સીએનજી મોડલ પર 25 હજારનું કેશ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સાથે આ મોડલ્સ પર તમને એક્સચેન્જ બોનસ અને કોર્પોરેટ બેનિફિટ મળી શકે છે. 

Tata Altroz
ટાટા અલ્ટ્રોઝના ડીઝલ અને પેટ્રોલ મેનુઅલ ટ્રાન્સમિશન ગાડીઓ પર 50,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેમાં 35000 નું કેશ ડિસ્કાઉન્ટ, 10000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 5000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે. અલ્ટ્રોઝ  CNG મોડલ પર 35000 રૂપિયા સુધીનો ફાયદો ઉઠાવી શકો છો, જેમાં 20000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે. 

Tata Tigor
ટાટા ટિગોર પર 55,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ટિગોરના XZ+ અને  XM મોડલ પર 40,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 10,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 5000 રૂપિયાના કોર્પોરેટ બેનિફિટ સામેલ છે. બાકી વેરિએન્ટ પર 30000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ છે. ટિગોર સીએનજી વેરિએન્ટ પર 30000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 10000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ મળી રહ્યું છે. 

Tata Nexon
નેક્સન SUV ના ડીઝલ મોડલ પર 20,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ છે, જેમાં 15000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 5000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તો પેટ્રોલ વેરિએન્ટ પર 10000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 5000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ગાડી પર કોઈ એક્સચેન્જ બોનસ નથી. ટાટા પંચ પર માત્ર 3000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ છે. હેરિયર અને સફારી SUV પર કુલ ડીલરશિપ 75000 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ અને 50000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ મળી રહ્યું છે. પરંતુ આ ડિસ્કાઉન્ટ ગાડીના મોડલ, કલર વગેરે પર નિર્ભર કરે છે. બાકી જાણકારી માટે તમે નજીકના ડીલર સાથે સંપર્ક કરી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news