Shaniwar Ke Totke: શનિવારે રાત્રે ગુપ્ત રીતે જેણે કર્યા આ કામ તેનો થયો બેડોપાર.. શનિ સંબંધિત કષ્ટથી મળે મુક્તિ

Shaniwar Ke Totke: શનિવાર શનિદેવને સમર્પિત દિવસ છે. જીવનમાં સુખ, સમૃદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો શનિવારે શનિદેવની વિશેષ પૂજા કરવી જોઈએ. આજે તમને શનિવારે કરવાના 3 ચમત્કારી ઉપાય વિશે જણાવીએ. આ ત્રણ ઉપાય એવા છે જેને કરનારનો બેડો પાર થઈ જાય છે.

Shaniwar Ke Totke: શનિવારે રાત્રે ગુપ્ત રીતે જેણે કર્યા આ કામ તેનો થયો બેડોપાર.. શનિ સંબંધિત કષ્ટથી મળે મુક્તિ

Shaniwar Ke Totke: જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ પર શનિદેવની કૃપા હોય છે તેના જીવનમાં કોઈપણ વસ્તુની ખામી રહેતી નથી. જેના પર શનિદેવ મહેરબાન હોય છે તે વ્યક્તિ રાતોરાત રાજા પણ બની શકે છે. શનિદેવ દરેક વ્યક્તિને કર્મ અનુસાર ફળ આપે છે. તેથી તેમને કર્મ ફળના દાતા પણ કહેવાય છે. 

શનિદેવની આરાધના કરવા માટે શનિવારનો દિવસ વિશેષ ગણાય છે. શનિવાર શનિદેવને સમર્પિત દિવસ છે. જીવનમાં સુખ, સમૃદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો શનિવારે શનિદેવની વિશેષ પૂજા કરવી જોઈએ. આજે તમને શનિવારે કરવાના 3 ચમત્કારી ઉપાય વિશે જણાવીએ. આ ત્રણ ઉપાય એવા છે જેને કરનારનો બેડો પાર થઈ જાય છે.

શનિવારના 3 ચમત્કારી ઉપાય 

11 દીવાનો ઉપાય

શાસ્ત્ર અનુસાર પીપળાના ઝાડમાં શનિદેવનો વાસ હોય છે. શનિવારના દિવસે પીપળાના ઝાડની નીચે તલના તેલના 11 દીવા કરવા જોઈએ. આ દીવા કરવા માટે કાચી માટીમાંથી પોતાના હાથે 11 કોડિયા તૈયાર કરવા. આ કોડિયામાં 11 દીવા કરીને ઘરે પરત ફરવું. 

લોઢાનો ઉપાય  

જો કુંડળીમાં શનિની સ્થિતિ નબળી હોય તો શનિવારે આ ઉપાય કરવો. તેના માટે શનિવારની રાત્રે શનિ મંદિરમાં જવું અને ભગવાન શનિની સામે લોઢાનો એક ટુકડો રાખવો. ત્યાર પછી તેમની નજર સામે જોયા વિના 7 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરો. પાઠ કરી લીધા પછી લોઢાનો ટુકડો શનિદેવના ચરણોમાં જ મૂકીને ઘરે આવતા રહો. ત્યાર પછી મંગળવારના દિવસે ફરી મંદિરે જવું અને શનિદેવના ચરણોમાં રાખેલા લોઢાના ટુકડાને ઘરે લઈ આવો. આ લોઢામાંથી એક વીંટી બનાવીને શનિવારના દિવસે મધ્યમા આંગળીમાં પહેરી લો. 

શમીના ઝાડનો ઉપાય 

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિવારનો આ ઉપાય પણ ચમત્કારી છે. શનિવારની રાત્રે એક કાળા રંગનું અથવા તો બ્લુ રંગનું કપડું લેવું. તેમાં એક રૂપિયાનો સિક્કો, કાળા અડદ, લોઢાની એક ખીલ્લી મુકી પોટલી બનાવી લેવી. આ પોટલીને સમીના ઝાડના થળમાં બાંધી દેવી. આ ઉપાય કર્યાના થોડા જ દિવસમાં તમારું ધાર્યું કામ પૂર્ણ થઈ જશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news