Vastu Tips: રસોડામાં ભુલથી પણ આ 2 વાસણને ઊંધા ન રાખવા, છીનવાઈ જશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ

Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર રસોડાના વાસણમાં 2 વાસણ એવા હોય છે જેને ક્યારેય ઊંધા રાખવા જોઈએ નહીં. આ 2 વાસણ સંબંધિત નિયમની અવગણના કરવામાં આવે તો તેનાથી ખરાબ પરિણામો ભોગવવા પડી શકે છે. આ 2 નિયમોનું પાલન કરવામાં આવે તો જીવનની સૌથી મોટી સમસ્યાઓ પણ એક ક્ષણમાં દુર થઈ શકે છે.

Vastu Tips: રસોડામાં ભુલથી પણ આ 2 વાસણને ઊંધા ન રાખવા, છીનવાઈ જશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ

Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં રસોડા સાથે સંબંધિત ઘણા મહત્વપૂર્ણ વાસ્તુ નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાસ્તુ શાસ્ત્રના નિષ્ણાતોનું કહેવું છે કે જો રસોડા સાથે જોડાયેલા આ નિયમોને ધ્યાનમાં રાખવામાં આવે તો ઘણી સમસ્યાઓથી બચી શકાય છે. ખાસ કરીને જો બે બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો તેનાથી ધનહાનિ અટકે છે. 

વાસ્તુ શાસ્ત્ર અનુસાર રસોડાના વાસણમાં 2 વાસણ એવા હોય છે જેને ક્યારેય ઊંધા રાખવા જોઈએ નહીં. આ 2 વાસણ સંબંધિત નિયમની અવગણના કરવામાં આવે તો તેનાથી ખરાબ પરિણામો ભોગવવા પડી શકે છે. આ 2 નિયમોનું પાલન કરવામાં આવે તો જીવનની સૌથી મોટી સમસ્યાઓ પણ એક ક્ષણમાં દુર થઈ શકે છે. ચાલો તમને જણાવીએ કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર રસોડામાં કયા 2 વાસણને ઊંધા રાખવા નહીં.

આ પણ વાંચો:

તમારા ઘરની બાલ્કનીમાં લગાવો આ છોડ, ઘરની સુંદરતા વધશે અને દુર થશે પૈસાની તંગી
 
તવા કે તાવડીને ઊંધી ન રાખવો
વાસ્તુશાસ્ત્રના અનુસાર રસોડામાં રોટલી બનાવ્યા પછી તાવડીને ક્યારેય ઊંધી ન રાખવો જોઈએ. તાવડીને ઊંધી રાખવાથી તમારે ભયંકર આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. જેના ઘરના રસોડામાં રોટલીની તાવડી ઊંધી રાખવામાં આવે છે તે વ્યક્ત કરજમાં ડુબી જાય છે. ઉપયોગ કર્યા પછી તાવડીને સાફ કર્યા વિના ઊંધી રાખવામાં આવે તો તેનાથી ઘરની સુખ-શાંતિ છીનવાઈ જાય છે. તેથી જ્યારે પણ તમે તાવડીનો ઉપયોગ કરો તો પછી તેને વ્યવસ્થિત રીતે સાફ કરી સીધી રાખો. આમ કરવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધે છે. સાથે જ માતા લક્ષ્મી અને દેવી અન્નપૂર્ણાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

કડાઈને ઊંધી ન રાખો
વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં કડાઈને પણ ક્યારેય ઊંધી ન રાખવી જોઈએ. રસોડામાં કડાઈને ઊંધો ન રાખવો જોઈએ. આમ કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ વધે છે. વ્યક્તિ પોતાના જ વિચારોની જાળમાં ફસાઈ જાય છે અને તેના બધા પૈસા વેડફાઈ જાય છે. જો તમે તમારા પરિવારમાં સુખ-સમૃદ્ધિ ઈચ્છો છો તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news