ભલે તમે કાળજું ધરી દો...પણ આવી મહિલાઓ ક્યારેય ખુશ ન થાય, જિંદગી દોઝખ બની જાય

હકીકતમાં કેટલીક મહિલાઓના સ્વભાવમાં એવી વસ્તુઓ હોય છે જે તેમને પોતે તો ખુશ નથી રહેવા દેતી પણ આજુબાજુવાળાને પણ ખુશ થતા રોકતી હોય છે. આ જ કારણ છેકે પછી ભલે કોઈ પોતાનું કાળજું ધરી દે તો પણ તે મહિલાઓ જીવનમાં ખુશીનો અનુભવ લઈ શકતી નથી. આવી મહિલાઓ વિશે ખાસ જાણો. 

ભલે તમે કાળજું ધરી દો...પણ આવી મહિલાઓ ક્યારેય ખુશ ન થાય, જિંદગી દોઝખ બની જાય

અનેક મહિલાઓ એવી હોય છે જે મોટાભાગે ફરિયાદ કરતી રહે છે કે તેઓ જીવનમાં ખુશ નથી. તેમાંથી કેટલીક મહિલાઓનું જીવન તો સાચે જ કષ્ટભરી પરિસ્થિતિમાં પસાર થતું હોય છે  તો કેટલાક પોતે હાથે કરીને હેરાન થતા હોવા મળે છે. હકીકતમાં કેટલીક મહિલાઓના સ્વભાવમાં એવી વસ્તુઓ હોય છે જે તેમને પોતે તો ખુશ નથી રહેવા દેતી પણ આજુબાજુવાળાને પણ ખુશ થતા રોકતી હોય છે. આ જ કારણ છેકે પછી ભલે કોઈ પોતાનું કાળજું ધરી દે તો પણ તે મહિલાઓ જીવનમાં ખુશીનો અનુભવ લઈ શકતી નથી. આવી મહિલાઓ વિશે ખાસ જાણો. 

પૈસાની લાલચું
પૈસા પૈસા કરનારી મહિલાઓ ફક્ત પૈસાને પ્રેમ કરતી હોય છે. તેમની સામે ભલે ગમે તેટલો સાચો પ્રેમ કે ભાવનાઓ ધરો પણ તેઓ બધાને પૈસાની સાથે જ સરખાવશે. આવી મહિલાઓને મિત્રથી લઈને પતિ એવા જોઈએ કે જે પૈસાદાર હોય જેથી કરીને તેમનો રૂતબો વધે અને બધી ઈચ્છાઓ પૂરી થાય. જો તેમાંથી કોઈનો કપરો સમય શરૂ થાય તો આવી મહિલાઓને પાટલી બદલતા પણ વાર લાગતી નથી. 

ઘમંડથી ભરેલી
ઘમંડ જો વ્યક્તિની રગે રગમાં હોય તો પછી સામે ભલે ભગવાન પોતે પણ આવીને ઊભા રહે તો પણ તેઓ તે વ્યક્તિને ખરાબ જ લાગશે. ઘમંડ ભરેલી મહિલાઓ બધાને પોતાનાથી કમ આંકતી હોય છે અને આ તેમને માનવીય ભાવનાઓથી દૂર લઈ જાય છે. બીજાને નાના સમજનારી મહિલાઓ ક્યારેક જીવનમાં ખુશ રહી શકતી નથી. 

એક સાથે અનેકને ફેરવનારી
આવી મહિલાઓની ફિતરતમાં જ અફેર કરવાનું હોય છે. આવી મહિલા સાથે જો લગ્ન થઈ જાય તો પણ તેનું દિલ કોઈને કોઈ ઉપર તો આવી જ જતું હોય છે. જ્યારે આવું થાય તો આ મહિલાઓ થોડા પળની ખુશી માટે પોતાનું સારું એવું લગ્નજીવન પણ દાવ પર લગાવી દેતા ખચકાતી નથી. 

બીજાથી દાઝે બળતી મહિલાઓ
મનમાં જો ઈર્ષાનો ભાવ હોય તો બધુ કડવાહટથી ભરેલું જ જોવા મળતું હોય છે. ઈર્ષાળું મહિલાઓ ક્યારેય કોઈને ખુશ કે સફળતાની સિડી ચડતા જોઈ શકતી નથી. તેમનું આખું જીવન બીજાને નીચા દેખાડવામાં, કે તેમના વિરુદ્ધ વાતો કરવામાં અથવા તો કાવતરાં ઘડવામાં જાય છે. જ્યારે આખું જીવન બસ આ જ કરતા હોય તો પછી ખુશી ક્યાંથી રહે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news