Death Anniversary of Sridevi: 90ના દાયકાની હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસ હતી હવાહવાઈ ગર્લ, આવા હતા ઠાઠ

ઝી બ્યૂરો, અમદાવાદઃ શ્રીદેવી બોલીવુડની એક માત્ર અભિનેત્રી છે જેણે લગભગ દોઢ દાયકા સુધી રૂપેરી પડદે પોતાનું એકચક્રી શાસન ચલાવ્યું. તેની અદભુત અદાકારીના કારણે બોલીવુડમાં શ્રીદેવીને લેડી અમિતાભનું બિરુદ મળ્યું હતું.

1/5
image

હિન્દી ફિલ્મોની મશહૂર અદાકારા શ્રીદેવી ભાલે આજે દુનિયામાં નથી પણ ત લોકોના દિલમાં હંમેશા રહેશે. કેમ કે, તેમને નિભાવેલા દરેક કિરદારે લોકોના દિલ જીતી લીધા છે. પોતાના જલવાથી લોકોના દિલમાં સ્થાન મેળવનાર શ્રીદેવી આપણી વચ્ચે નથી તે વાતને આજે ત્રણ વર્ષ પૂરા થયા છે. શ્રીદેવીનું 24 ફેબ્રુઆરી 2018માં દુબઈની એક હોટેલમાં મૃત્યુ થયું હતું. જે દિવસને આજે પણ કોઈ નથી ભૂલી શક્યું.

2/5
image

આજે શ્રીદેવીની ડેથ એનિવર્સરી છે. 4 વર્ષની ઉંમરે 1967માં શ્રીદેવીએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. શ્રીદેવીએ પહેલી 'કંધન કરુની' તમિલ ફિલ્મમાં એક બાળ કલાકારની ભૂમિકા ભજવીને કરિયરની શરૂઆત કરી હતી.

 

3/5
image

શ્રીદેવી જ્યારે પણ પડદા પર ચમકતા ત્યારે લોકો બેચેન થઈ જતાં હતા. તેમના તમામ ગીત લોકોના મોઢા પર આવી જતાં. શ્રીદેવીની દમદાર એક્ટિંગથી લોકો તેમનાથી ખૂબ પ્રભાવિત થયા છે.

4/5
image

ફેન્સના દિલોમાં રાજ કરનારી શ્રીદેવી 90ના દાયકામાં 1 કરોડ ફી લેનારી પ્રથમ મહિલા એક્ટ્રેસ બની હતી. જિંદગીને ખુલીને જીવનારી શ્રીદેવી પોતાને મેન્ટેન રાખવા પર પણ ઘણો ખર્ચો કરતા હતા. તેમનો એક દિવસનો ખર્ચે લગભગ 25 લાખ રૂપિયા હતો.

5/5
image

90ના દાયકામાં શ્રીદેવીની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ ડિમાન્ડ હતી. જે સમયે કોઈ હીરો ફિલ્મ માટે ભારી ભરખમ ફી માગતા તે સમયે શ્રીદેવી ફિલ્મ માટે 1 કરોડ ફી લેતા હતાં. જણાવી દઈએ કે, શ્રીદેવી ઈન્ડસ્ટ્રીની પહેલી એવી એક્ટ્રેસ હતી જેમને પોતાની વેનિટી વેન બનાવડાવી હતી. આજ તે દિગ્ગજ અદાકારાની પુણ્યતિથિ છે. આ જે તમામ લોકો તેમને દિલથી યાદ કરીને નમન કરી રહ્યા છે.