પાપી ગ્રહ 365 દિવસ સુધી આ 3 રાશિવાળાનો કરશે બેડો પાર, ધન-દૌલતની સાથે કરિયરમાં પણ છપ્પરફાડ લાભ થશે

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને છાયા ગ્રહ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જ્યારે  કુંડળીમાં રાહુની સ્થિતિ સારી હોય તો વ્યક્તિનું જીવન સુખમાં રહે છે. પરંતુ જ્યારે કુંડળીમાં રાહુની સ્થિતિ ખરાબ હોય તો વ્યક્તિનું આખું જીવન કષ્ટમાં પસાર થાય છે. આ સાથે જ જીવનમાં અનેક પ્રકારના ઉતાર ચડાવ જોવા મળે છે. 

1/4
image

વૈદિક જ્યોતિષ મુજબ રાહુનું રાશિ પરિવર્તન લગભગ 18 મહિના બાદ થાય છે. રાહુએ 30 ઓક્ટોબર 2023ના રોજ મીન રાશિમાં ગોચર કર્યું હતું અને મીન રાશિમાં 18મી મે 2025 સુધીમાં બિરાજમાન રહેશે. મીન રાશિમાં રાહુના રહેવાથી કેટલીક રાશિવાળાને આગામી એક વર્ષ સુધી લાભ થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...

વૃષભ રાશિ

2/4
image

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાહુ વૃષભ રાશિના અગિયારમાં ભાવમાં બિરાજમાન છે. આવામાં વૃષભ રાશિવાળા લોકોને ખાસ લાભ મળી શકે છે. અપાર ધનલાભના દ્વાર પણ ખુલી શકે છે. અચાનક ધનલાભની સ્થિતિ બની શકે છે. જીવનમાં  ખુશહાલી રહેશે. જીવનસાથી સાથે સંબંધ સારા થશે. પૈસા સંબંધિત પરેશાનીઓ દૂર થશે. શેર માર્કેટથી લાભ થશે. પરિવાર સાથે મુસાફરી કરી શકો છો. 

મિથુન રાશિ

3/4
image

મિથુન રાશિવાળા માટે રાહુનું ગોચર ખુબ લાભકારી સાબિત થશે. કારણ કે રાહુ મિથુન રાશિવાળા લોકોના નવમાં ભાવમાં બિરાજમાન છે. આ સ્થિતિમાં રાહુ મિથુન રાશિવાળા લોકોને સાથ આપશે. ભાગ્યનો પણ સાથ મળશે. કામકાજ મામલે મુસાફરી કરવી પડી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. થોડા ઘણા ખર્ચા વધી શકે છે. જે લોકો નોકરી કરે છે તેમની આવકમાં સારો એવો વધારો થઈ શકે છે. રાહુનો પ્રભાવ મિથુન રાશિવાળા પર શુભ રહેશે. 

વૃશ્ચિક રાશિ

4/4
image

જ્યોતિષાચાર્યો મુજબ વૃશ્ચિક રાશિવાળા લોકોના જીવનમાં ખુશહાલી રહેશે. વૃશ્ચિક રાશિવાળા લોકો પર રાહુ મહેરબાન રહેશે. કારણ કે રાહુ વૃશ્ચિક રાશિમાં પાંચમા ભાવમાં બિરાજમાન રહેશે. આવામાં વૃશ્ચિક રાશિવાળા લોકોને તમામ કાર્યોમાં સફળતા મળી શકે છે. આ સાથે જ જે લોકો સટ્ટાબાજીમાં કે શેર માર્કેટમાં રોકાણ કરે છે તેમને સારો એવો ધનલાભ થઈ શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ ગણતરીઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)