જિયોનો 90 દિવસવાળો સસ્તો પ્લાન, કંપની આપી રહી છે 180GB ઈન્ટરનેટ ડેટા

 રિલાયન્સ જિયોની પાસે પોતાના ગ્રાહકો માટે શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ બંને પ્રકારના પ્લાન હાજર છે. આજે અમે તમને જિયોના એક એવા પ્લાનની જાણકારી આપી રહ્યાં છીએ જેમાં તમને 90 દિવસની લાંબી વેલિડિટી મળશે અને સાથે ખુબ ડેટા મળશે. 

Jio Plan: રિલાયન્સ જિયોની પાસે પોતાના ગ્રાહકો માટે શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ બંને પ્રકારના પ્લાન હાજર છે. આજે અમે તમને જિયોના એક એવા પ્લાનની જાણકારી આપી રહ્યાં છીએ જેમાં તમને 90 દિવસની લાંબી વેલિડિટી મળશે અને સાથે ખુબ ડેટા મળશે. 

Reliance jio Long Validity Plan

1/5
image

રિલાયન્સ જિયો દેશની નંબર વન ટેલીકોમ કંપની છે. દેશભરમાં જિયોના આશરે 44 કરોડથી વધુ યૂઝર્સ છે. કંપનીએ પોતાના ગ્રાહકો માટે રિચાર્જ પ્લાન્સને ઘણી કેટેગરીમાં ડિવાઇડ કરી રાખ્યા છે, જેમાં સસ્તા અને મોંઘા બંને પ્રકારના પ્લાન્સ હાજર છે. જિયોના લિસ્ટમાં શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ પ્લાન પણ છે. તમે તમારી જરૂરીયાત પ્રમાણે પ્લાનની પસંદગી કરી શકો છો. 

જિયોનો સસ્તો પ્લાન

2/5
image

જો તમે જિયો ગ્રાહક છો અને લોન્ગ ટર્મવાળો પ્લાન શોધી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. આજે અમે તમને કંપનીના એક એવા પ્લાનની જાણકારી આપી રહ્યાં છીએ, જેમાં તમને સસ્તા રિચાર્જ પર લાંબી વેલિડિટી મળે છે. આ સાથે કંપની ભરપૂર ડેટા પણ ઓફર કરે છે. આવો જિયોના આ સ્પેશિયલ પ્લાન વિશે જાણીએ..

જિયોની લિસ્ટનો સૌથી સસ્તો પ્લાન

3/5
image

રિલાયન્સ જિયોના જે પ્લાનની અમે વાત કરી રહ્યાં છીએ તે 749 રૂપિયાનો પ્રીપેડ પ્લાન છે. જિયોનો આ પ્લાન Most Loved Plans ના લિસ્ટમાં સામેલ છે. આ પ્લાન તે યૂઝર્સ માટે પરફેકક્ટ છે જે લાંબી વેલિડિટી ઈચ્છે છે કે પછી તેને વધુ ડેટાની જરૂર પડે છે. જિયોના 749 રૂપિયાના પ્લાનમાં 90 દિવસની વેલિડિટી મળે છે. તમે 90 દિવસ સુધી કોઈપણ નેટવર્કમાં ફ્રી કોલિંગ કરી શકો છો.   

પ્લાનના ફાયદા

4/5
image

જિયોના આ પ્લાનમાં 180GB ઈન્ટરનેટ ડેટા મળે છે, એટલે કે દરરોજ 2જીબી ડેટા આપવામાં આવે છે. કંપની આ પ્લાનમાં દરરોજ 100 SMS નો ફાયદો પણ આપી રહી છે. જિયો ગ્રાહકોને આ પ્લાનમાં જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 

આ પ્લાનમાં મળે છે 42GB ડેટા ફ્રી

5/5
image

તમને જણાવી દઈએ કે જો તમારે વધુ ડેટાની જરૂર પડે તો તમે જિયોનો 749 રૂપિાનો પ્લાન લઈ શકો છો. આ પ્લાનમાં કંપની ગ્રાહકોને 84 દિવસની વેલિડિટી ઓફર કરે છે. આ સાથે તેમાં ડેલી 2જીબી ડેટાની સાથે એક્સ્ટ્રા 42GB  ડેટા ફ્રી મળે છે.