Hair color: કેમિકલવાળો હેર કલર ક્યાં સુધી વાપરશો? આ દેશી નુસખાથી આડઅસર વિના સફેદ વાળને કરો કાળા

Homemade hair color: આ દેશી નુસખાથી વાળ પર કોઈ આડઅસર પણ થતી નથી અને વાળ કુદરતી રીતે કાળા થાય છે. આજે તમને પણ આ દેશી નુસખો જણાવી દઈએ. એક વખત તમે આ વસ્તુને ટ્રાય કરશો પછી હેર કલર કરવાનું નામ નહિ લો. 

Hair color: કેમિકલવાળો હેર કલર ક્યાં સુધી વાપરશો? આ દેશી નુસખાથી આડઅસર વિના સફેદ વાળને કરો કાળા

Homemade hair color: જ્યારે પણ વાળને કાળા કરવાની વાત આવે તો મોટાભાગના લોકો હેર કલરનો ટ્રેન્ડ ફોલો કરે છે. પરંતુ આ હેર કલર કેમિકલ યુક્ત હોય છે અને લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવાથી વાળને નુકસાન પણ થાય છે. કેટલાક કલર સ્કીનને પણ ડેમેજ કરે છે. તેથી જો વાળ સફેદ થવાની શરૂઆત થઈ હોય તો તમે વાળની કાળા કરવા માટે કેટલીક ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. 

વર્ષો પહેલા જ્યારે કેમિકલયુક્ત કલર કે ડાય ન હતા ત્યારે મહિલાઓ કેટલાક દેશી નુસખા ફોલો કરીને જ વાળને કાળા કરતી હતી. આ દેશી નુસખાથી વાળ પર કોઈ આડઅસર પણ થતી નથી અને વાળ કુદરતી રીતે કાળા થાય છે. આજે તમને પણ આ દેશી નુસખો જણાવી દઈએ. એક વખત તમે આ વસ્તુને ટ્રાય કરશો પછી હેર કલર કરવાનું નામ નહિ લો. 

હોમમેડ હેર કલર બનાવવા માટેની સામગ્રી 

જો તમે સફેદ વાળને કાળા કરવા માટે કલર અને ડાયનો ઉપયોગ કરી કરીને થાકી ગયા છો તો આ દેશી નુસખો અજમાવો તેના માટે તમને નીચે દર્શાવ્યા મુજબની સામગ્રીની જરૂર પડશે. 

100 ગ્રામ મહેંદીનો પાવડર, એક લીંબુ, એક ચમચી કોફી પાવડર, પાણી જરૂર અનુસાર 

હેર કલર કેવી રીતે તૈયાર કરવો ?

- હોમ મેડ હેર કલર બનાવવા માટે સૌથી પહેલા એક મોટા વાસણમાં મહેંદી અને કોફી પાવડર મિક્સ કરો. તેમાં જરૂર અનુસાર પાણી ઉમેરીને ઘટ્ટ પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટમાં લીંબુનો રસ મિક્સ કરો. આ પેસ્ટ દહીં જેટલી ઘટ હોવી જોઈએ. 

- તૈયાર કરેલી પેસ્ટને ચારથી પાંચ કલાક ઢાંકીને રાખી દો. તમે ઈચ્છો તો આ પેસ્ટને રાત્રે તૈયાર કરીને રાખી શકો છો. બીજા દિવસે સવારે આ પેસ્ટ એકદમ ચીકણી થઈ ગઈ હશે. તેનો અર્થ છે કે તમારો હેર કલર તૈયાર છે. હવે આ પેસ્ટને વાળમાં સારી રીતે લગાડો. આ પેસ્ટ લગાડતા પહેલા વાળને શેમ્પુ કરી લેવા જેથી વાળમાં જામેલી ગંદકી અને તેલ નીકળી જાય. 

- આ હેર પેકને વાળમાં લગાડ્યા પછી ત્રણ કલાક સુધી રાખો. ત્યાર પછી વાળને પાણીથી સાફ કરી લો. પરંતુ આ દિવસે શેમ્પૂ કરવું નહીં. હેર કલર લગાડ્યાના 24 કલાક પછી જ શેમ્પુ કરવું. જો તમે તુરંત જ શેમ્પૂ કરશો તો વાળની ચમક અને કલર બંને નીકળી જશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news