કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમાર પર હુમલો, યુવકોએ માળા પહેરાવી થપ્પડ મારી, જુઓ Video

Kanhaiya Kumar Attacked: કન્હૈયા કુમાર નોર્થ ઈસ્ટ દિલ્હી લોકસભા સીટથી કોંગ્રેસનો ઉમેદવાર છે. આરોપ છે કે તેના પર શાહી ફેંકવામાં આવી અને હુમલો કરવામાં આવ્યો હતો. 

કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમાર પર હુમલો, યુવકોએ માળા પહેરાવી થપ્પડ મારી, જુઓ Video

Kanhaiya Kumar News: ઉત્તર પૂર્વી દિલ્હી સીટથી કોંગ્રેસ ઉમેદવાર કન્હૈયા કુમાર પર એક વ્યક્તિએ માળા પહેરાવવા દરમિયાન હુમલો કરી દીધો છે. શખ્સે કન્હૈયા કુમારને થપ્પડ મારી છે. કન્હૈયા કુમારની ટીમનો આરોપ છે કે આ હુમલા પાછળ ભાજપ ઉમેદવાર મનોજ તિવારીનો હાથ છે. હુમલો કરનાર મનોજ તિવારીનો નજીકનો છે.

પોલીસે શું કહ્યું?
આ ઘટનાની માહિતી આપના કોર્પોરેટર છાયા શર્માએ પોલીસને આપી છે. પોલીસ પ્રમાણે તેમને શુક્રવારે સાંજે 6.53 કલાકે ઘટનાનો કોલ મળ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું કે આ ઘટના 4th પુસ્તા, સ્વામી સુબ્રમણિયમ ભવન આપ ઓફિસની છે. આ જગ્યા પર કન્હૈયા કુમાર એક બેઠકમાં સામેલ થયો હતો. છાયા શર્મા આ બેઠકની આયોજક હતી. આ બેઠક બાદ છાયા શર્મા કન્હૈયા કુમારને છોડવા આવી હતી. આ દરમિયાન કેટલાક લોકો કન્હૈયા કુમારને માળા પહેરાવવા લાગ્યા હતા. માળા પહેરાવ્યા બાદ કેટલાક લોકોએ કન્હૈયા કુમાર પર શાહી ફેંકી અને તેના પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે છાયાએ બચાવવા માટે પ્રયાસ કર્યો તો તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો અને ધમકી આપવામાં આવી હતી. આ ઘટનાની તપાસ ચાલી રહી છે. 

— Devinder Kumar (@dknoidajourno) May 17, 2024

ઉત્તર પૂર્વી દિલ્હી સીટથી ગઠબંધનનો સંયુક્ત ઉમેદવાર છે કન્હૈયા
નોંધનીય છે કે કન્હૈયા કુમાર ઉત્તર પૂર્વી દિલ્હી લોકસભા સીટથી કોંગ્રેસ અને ઈંડી ગઠબંધનનો સંયુક્ત ઉમેદવાર છે. તેનો મુકાબલો 10 વર્ષથી સાંસદ ભોજપુરી સિંગર મનોજ તિવારી સામે છે. દિલ્હીની સાતેય લોકસભા સીટ પર 25 મેએ મતદાન થવાનું છે. જે માટે ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવાર પ્રચાર કરી રહ્યાં છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news