પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જોવા મળી રામલલાની ઝલક, જુઓ ગર્ભગૃહમાં બિરાજમાન રઘુનંદનની મનમોહક તસવીરો

અયોધ્યામાં રામ મંદિરને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલુ છે. આ બધા વચ્ચે રામલલાની પહેલી ઝલક જોવા મળી છે. ગર્ભગૃહમાં ભગવાન રામને બિરાજમાન કરી દેવાયા છે. હાલ ગર્ભગૃહમાં બિરાજમાન રામલલાલની એક તસવીર ખુબ વાયરલ થઈ છે.

પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જોવા મળી રામલલાની ઝલક, જુઓ ગર્ભગૃહમાં બિરાજમાન રઘુનંદનની મનમોહક તસવીરો

અયોધ્યામાં રામ મંદિરને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલુ છે. આ બધા વચ્ચે રામલલાની પહેલી ઝલક જોવા મળી છે. ગર્ભગૃહમાં ભગવાન રામને બિરાજમાન કરી દેવાયા છે. હાલ ગર્ભગૃહમાં બિરાજમાન રામલલાલની એક તસવીર ખુબ વાયરલ થઈ છે. તસવીર ન્યૂઝ એજન્સી ANI દ્વારા શેર કરાઈ છે.  આ અદભૂત તસવીરને જોઈને બધા ભક્તો ગદગદ થઈ ગયા છે અને 22 જાન્યુઆરીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને સંપન્ન કરવામાં આવશે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) January 19, 2024

ગુરુવારે રામલલાની મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપિત કરી દેવાઈ. કારીગરોની લગભગ ચાર કલાકની મહેનત બાદ આ પ્રક્રિયાને સફળતાપૂર્વક પૂરી કરવામાં આવી. એવું કહેવાય છે કે સૌથી પહેલા રામલલાની મૂર્તિને અનાજ, ફળ અને સુગંધિત જળમાં ઘણીવાર સુધી રાખવામાં આવી. ત્યારબાદ રીતિ રિવાજ પ્રમાણે બાકી પ્રક્રિયા પૂરી કરી દેવાઈ. ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિ બિરાજમાન કરી દેવાઈ છે, તેની પહેલી ઝલક પણ સામે આવી ગઈ છે. 

(Source: Sharad Sharma, media in-charge of Vishwa Hindu Parishad) pic.twitter.com/kZ6VeuYvSt

અનેક લોકોના મનમાં એ સવાલ છે કે રામલલાની જે જૂની મૂર્તિ હતી તેનું શું થશે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કોષાધ્યક્ષ ગોવિંદ ગિરીજી મહારાજે જણાવ્યું કે રામલલાની જૂની મૂર્તિને પણ 20 જાન્યુઆરીના રોજ ગર્ભગૃહમાં સ્થાપિત કરી દેવાશે. કારણ કે તેઓ ભગવાન રામની ચલ પ્રતિમા છે અને આવામાં તેને અચલ પ્રતિમા સામે જ રાખવામાં આવશે. એટલે કે બંને મૂર્તિઓને પૂરેપૂરું સન્માન મળશે. 

રામલલાની આ સુંદર મૂર્તિનું નિર્માણ મૂર્તિકાર અરુણ યોગીરાજે કર્યું છે. કર્ણાટકના રહીશ અરુણ અનેક વર્ષોથી મૂર્તિ બનાવવાનું કામ કરે છે. તેમની પાંચ પેઢીઓએ આ પરંપરાને આગળ વધારવાનું કામ કર્યું છે. હાલમાં અરુણ યોગીરાજ પણ દેશના સૌથી ચર્ચિત મૂર્તિકારમાંથી એક માનવામાંઆવે છે. પીએમ મોદી પોતે તેમના વખાણ કરી ચૂક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news