હવે આવકના દાખલા માટે ગરમીમાં શેકાવું નહીં પડે! ગુજરાતના આ ધારાસભ્યની મહેનત રંગ લાવી

ધારાસભ્ય કુમાર કાનાનીની કલેકટરની રજૂઆત બાદ 24 કલાક પર અહેવાલ પસાર થતા તંત્રએ જાગીને જન સુવિધા કેન્દ્ર પર આવકના દાખલા માટે નવા કાઉન્ટર વધારવાની સાથે મંડપ અને પાણીની વ્યવસ્થા ઊભી કરી છે.

હવે આવકના દાખલા માટે ગરમીમાં શેકાવું નહીં પડે! ગુજરાતના આ ધારાસભ્યની મહેનત રંગ લાવી

પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં આવકના, જાતિના દાખલા કાઢવા આવતા લોકો માટે સુવિધા ઉભી કરાઈ છે. પહેલા દાખલો કઢાવવા લોકોને વહેલી સવારથી લાઈનમાં ઊભું રહેવું પડતું હતું.લોકોને ભારે ભડકડ ભીડમાં ભર ઉનાળે તડકામાં ઊભું રહેવું પડતું હતું. તેમ છતાં આવકનો દાખલો સમયસર બનતો ન હતો. ધારાસભ્ય કુમાર કાનાનીની કલેકટરની રજૂઆત બાદ 24 કલાક પર અહેવાલ પસાર થતા તંત્રએ જાગીને જન સુવિધા કેન્દ્ર પર આવકના દાખલા માટે નવા કાઉન્ટર વધારવાની સાથે મંડપ અને પાણીની વ્યવસ્થા ઊભી કરી છે.

ધોરણ 10 અને 12 ની પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ દર વર્ષે આવકનો દાખલો અને જાતિનો દાખલો કઢાવવા માટે જતા હોય છે.દર વર્ષે આવકનો જાતિનો દાખલો કાઢવા વિદ્યાર્થીઓને ભર તડકામાં લાઇનમાં ઊભા રહેવું પડે છે. આ વર્ષે પણ શહેરના વિવિધ નાગરિક સુવિધા કેન્દ્ર સહિત મામલતદાર કચેરીઓ પર વિદ્યાર્થીઓની સાથે વાલીઓ ભારે ભડકડ ભીડમાં લાઈનમાં ઊભા રહી આવક ના દાખલા કઢાવતા હતા. 

એટલું જ નહીં આખો દિવસ લાઇનમાં ઊભો રહ્યા બાદ પણ અનેક લોકોના દાખલા કરાવવા સમયસર નંબર ન લાગવાના કારણે દાખલા બનાવ્યા વિના જ તેઓ પરત ફરી જતા હતા. સમગ્ર બાબતે કોઈ જાગૃત નાગરિકે વરાછાના ધારાસભ્ય કુમાર કાણાની નું ધ્યાન દોરતા તેઓએ તાત્કાલિક એક્શનમાં આવી જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી. પરંતુ રજૂઆત કર્યા બાદ તરત જ કોઈ નિર્ણય નહીં આવતા ઝી 24 કલાક દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારે કલાકના અહેવાલ બાદ તંત્ર એ જાગીને નાગરિક સુવિધા કેન્દ્ર પર આવકનો દાખલો કઢાવવા આવતા લોકો માટે કર્મચારીઓના સ્ટાફમાં વધારો કરવાની સાથે નવા કાઉન્ટરો ઊભા કર મંડપ અને પાણીની વ્યવસ્થા કરી છે. 

પહેલા એક દિવસ માણ માણ 400 આવકના, જાતિના દાખલાઓ બનતા હતા. સુવિધાઓ ઉભી કરાતા હવે બપોર 12 વાગ્યાં સુધીમાં જ 400થી વધુ દાખલાઓ બનાવવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા મંડપ નાખી પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. લોકોનો ઘસારો વધતા આવક ના દાખલા બનાવવા ઓપરેટરોની સાથે ચાર નવા કાઉન્ટરો ઊભા કરાયા છે. હવે લોકો સરળતાપૂર્વક આવક ના દાખલાની સાથે બનાવી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news