કોનો ખેલ કરવામાં બિપીન ગોતાનો પોતાનો ખેલ થઈ ગયો! ઈફ્કોની ચૂંટણીથી નવું રાજકારણ ખૂલ્યું

IFFCO Gujarat Election : ઈફ્કોમાંથી સંઘાણીને હટાવવા મેન્ડેટનો ખેલ કર્યાંની ભાજપમાં ચર્ચા છે. સાથે જ બિપીન પટેલને અમદાવાદમાંથી પણ વોટ નહિ મળ્યા નથી
 

કોનો ખેલ કરવામાં બિપીન ગોતાનો પોતાનો ખેલ થઈ ગયો! ઈફ્કોની ચૂંટણીથી નવું રાજકારણ ખૂલ્યું

Jayesh Radadiya : લોકસભાની ચૂંટણી કરતા પણ ઈફ્કોની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું છે. પક્ષની વિરુદ્ધ જઈને જયેશ રાદડિયાએ ઈફ્કોમાં ફોર્મ પણ ભર્યું અને વટથી ચૂંટણી પણ જીતી. જ્યારે કે ભાજપે તો અમદાવાદના બિપીન ગોતાને મેન્ડેટ આપ્યો હતો. પરંતું બિપીન પટેલ જીત્યા નહિ. ત્યારે ઈફ્કોની ચૂંટણીથી રાજકારણમાં થયેલા અનેક ખેલ બહાર આવી રહ્યાં છે. ઈફ્કોમાંથી સંઘાણીને હટાવવા મેન્ડેટનો ખેલ કર્યાંની ભાજપમાં ચર્ચા છે. સાથે જ બિપીન પટેલને અમદાવાદમાંથી પણ વોટ નહિ મળ્યા નથી. 

ભાજપના હોદ્દાની વગ વાપરીને બિપીન ગોતાએ શું શું કર્યું
ઈફ્કોની ચૂંટણીમાં ભાજપને બિપીન ગોતાને મેન્ટેડ આપ્યું હતું, પરંતું બિપીન ગોતાને અમદાવાદમાંથી એક પણ મત મળ્યા નથી. બિપીન ગોતા ભાજપના સહકાર સેલના સંયોજક છે. છતાંય ભાજપ સમર્થિત મતદારોએ તેમને ભૂંડી રીતે હરાવ્યાની ચર્ચા છે. આના કેટલાક કારણો હોવાનું ભાજપના આંતરિક સૂત્રો જણાવે છે. કારણ કે બિપીન ગોતાના કારનામા જગજાહેર છે. ભાજપના હોદ્દાની વગ વાપરીને તેમણે ગુજરાતમાં નાના ખેડૂતોની બેંક- ખેતી બેંકમાંથી રૂ.૧૦૦ કરોડ મેળવ્યા છે. જેનો ઉપયોગ જેતલપુરમાં પોતાની માલિકીના ખાનગી માર્કેટયાર્ડના વેપાર માટે કર્યાનુ બહાર આવ્યુ છે. સામાન્યતઃ જ્યાં નાના અને સીમાંત ખેડૂતો વાર્ષિક ધિરાણ રૂ.૩૦૦ કરોડ આસપાસ હોય છે ત્યાં ૧૦૦ કરોડની લોનની મંજૂર કરાવવા ભાજપ પ્રદેશ સહકાર સેલ સંયોજકનો હોદ્દા અને વગનો બિપીન પટેલે બેફામ ઉપયોગ કર્યાની ચર્ચા સહકારી ક્ષેત્રે છે. આ રૂપિયાથી અમદાવાદના ખેડૂતો માટેના સહકારી માર્કેટયાર્ડની સામે પોતાની માલિકીની APMC ખોલીને વેપાર કર્યાનું કહેવાય છે. 

રાદડિયાના ફોર્મ ભર્યા બાદ બિપીન ગોતાએ ખેલ પાડ્યો 
આ સાથે જ બિપીને પટેલે અધ્યક્ષ દિલીપ સંઘાણીની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા માટે પણ કારસો રચ્યો હતો. જોકે, તેમાં તેમને સફળતા ન મળી હતી. આ માટે ચર્ચા ઉઠી છે કે, ઈફ્કોની ચૂંટણીમાં કોઈ નિયમ ન હોવા છતાં બિપીન પટેલે પોતાની વગ વાપરીને ભાજપ પાસેથી મેન્ડેટ મેળવ્યો હતો. બાકી, ભાજપમાંથી ઈફ્કો જેવી ચૂંટણીમાં મેન્ડેટ મોકલવાની કોઈ પ્રથા ન હતી. છતાં બિપીન ગોતાએ પોતાના નામનો મેન્ટેડ લખાવડાવોય હતો. ઈફ્કોમાં ડિરેક્ટર પદે ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યા પછી બિપીન ગોતાએ આ ખેલ પાડ્યો હતો.  

બિપીન ગોતા સંઘાણીને હટાવવા માંગતા હતા
ભાજપના આંતરિક સૂત્રોનું કહેવુ છે કે, બિપીન ગોતા ઈફ્કોમાંથી દિલીપ સંઘાણીને હટાવવા માંગતા હતા. ભાજપના મેન્ડેટના નામે બિપીન પટેલની જોહુકમી ચાલી ન હતી. ઈફ્કોની ચૂંટણીમાં રાદડીયાને 180 માંથી 113 મત મળ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, સૌરાષ્ટ્ર ઝોનના 95 પૈકી 85 મત રાદડિયાને મળ્યા હતા. બાકીના 23 મત અણદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાંથી મળ્યા હતા. એટલે કે, બિપીન ગોતાને અમદાવાદમાંથી પણ મત મળ્યા નથી તે સ્પષ્ટ દેખાયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news