ગઢડા ગોપીનાથજી મંદિરમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પુર્ણ; 12 ઉમેદવારોના ભાવી સીલ, આવતીકાલે ફેસલો

ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની 6 બેઠકોની આજે ચૂંટણી યોજાઈ હતી. જેમા આચાર્ય પક્ષ અને દેવપક્ષના 12 ઉમેદવારો મેદાનમાં હતા. સવારના 8 થી બપોરના 1 કલાક સુધી મોટી સંખ્યામાં મતદારોએ લાઈનો લગાવી મતદાન કર્યું હતું.

ગઢડા ગોપીનાથજી મંદિરમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પુર્ણ; 12 ઉમેદવારોના ભાવી સીલ, આવતીકાલે ફેસલો

રઘુવીર મકવાણા/બોટાદ: ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પુર્ણ થઈ છે અને 12 ઉમેદવારોના ભાવી મતદાન પેટીમાં સીલ થયા છે ત્યારે આવતીકાલે યોજાશે મતગણત્રરી ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની 6 બેઠકોની આજે ચૂંટણી યોજાઈ હતી. જેમા આચાર્ય પક્ષ અને દેવપક્ષના 12 ઉમેદવારો મેદાનમાં હતા. સવારના 8 થી બપોરના 1 કલાક સુધી મોટી સંખ્યામાં મતદારોએ લાઈનો લગાવી મતદાન કર્યું હતું.

બપોર બાદ મતદારોમાં નિરસ્તા જોવા મળી હતી. 50 થી 51 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પુર્ણ થયું હતું. તમામ મતદાન પેટીઓને સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવી છે. જયારે દેવપક્ષ દ્વારા મતદાર યાદીમાં નામ કમી કરાયાંના આક્ષેપો આચાર્ય પક્ષના એસપી સ્વામીએ કર્યા હતા અને બંને પક્ષોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, જયારે આવતીકાલે મતગણતરી યોજાશે.  

બોટાદ જિલ્લાના ગઢડા શહેર ખાતે આજે ગોપીનાથજી દેવ મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાઈ હતી. દર પાંચ વર્ષે ટ્રસ્ટના નિયમ મુજબ ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાતી હોય છે. દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે ગોપીનાથજી દેવ મંદિરની ચૂંટણીનો જંગ જામતો હોય છે ત્યારે આજરોજ તારીખ 21 એપ્રિલના દિવસે ગઢડા શહેર ખાતે મંદિરમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં કુલ 25,197 મતદારો છે. તેમજ કુલ 32 મતદાન બુથ પર આ ચૂંટણી યોજાઈ હતી. 

સવારના 8 કલાકે મતદાન શરૂ થયું હતું અને સાંજના 5 કલાકે શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. આ ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સુસ્ત બંધોબસ્ત ગોઠવાયો હતો કેમ કે ભૂતકાળમાં ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં બને પક્ષ વચ્ચે વિવાદ થયા હતા અને 11 જેટલા ગુન્હા નોંધાયેલ હતા. જેને ધ્યાનમાં રાખીને પોલીસનો સુસ્ત બંધોબસ્ત ગોઠવાયો હતો. હાલ શાંતિ પૂર્ણ માહોલમાં અંદાજીત 51% ટકા જેટલું મતદાન થયું હતું. 

આજ રોજ ટેમ્પલ બોર્ડની ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ આચાર્ય પક્ષના એસપી સ્વામીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે 50% જેવું મતદાન થયુ છે અત્યાર સુધીની ચૂંટણીમાં સૌથી ઓછું મતદાન થયું છે. અગાઉની ચટણીમાં 60-70% મતદાન થતું હતું, પરંતુ આ વખતે મતદારોમાં રસ નથી. જેનું માત્ર કારણ એ છે કે મતદાર યાદીમાંથી સત્સંગીઓના નામ કાઢી નાખ્યા હોય જેને લઈને મતદારોએ રસ નથી લીધો અને અમુક લોકોએ જાણી જોઈને મતદાન કરવા આવ્યા નથી પરંતુ અમને વિશ્વાસ છે કે આચાર્ય પક્ષનો વિજય થશે જે આવતીકાલે ખબર પડશે તેમ એસપી સ્વામીએ મીડિયાને જણાવ્યું હતું. 

ગોપીનાથજી દેવ મંદિરના ચેરમેન હરીજીવન દાસજીએ મીડિયાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ટેમ્પલ બોર્ડની ચૂંટણી શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે અને વહીવટી તંત્ર દ્વારા સારી વ્યસ્થા ગોઠવાઈ હતી. જેને લઈને ચૂંટણી શાંતિથી પૂર્ણ થઈ છે અને આવતીકાલે મત ગણતરી થશે તેમ હરીજીવન સ્વામીએ જણાવ્યું હતું. 

સમગ્ર ચૂંટણી મામલે ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે અંદાજીત 51% જેટલું મતદાન થયું છે અને આવતી કાલે સવારે મતદાન ગણતરી શરૂ થશે. તેમ ટેમ્પલ બોર્ડની ચૂંટણીના અધિકારી બી.જે. ગણાત્રા એ જણાવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news