Rakhi Sawant શ્રીદેવીના અંદાજમાં બની 'નાગિન' , પણ કરી નાખી આ મોટી ભૂલ...Video જોઈ હસી હસીને બેવડા વળી જશો

Rakhi Sawant આ વખતે આ એક નવા વીડિયોના કારણે ચર્ચામાં છે. 

Rakhi Sawant શ્રીદેવીના અંદાજમાં બની 'નાગિન' , પણ કરી નાખી આ મોટી ભૂલ...Video જોઈ હસી હસીને બેવડા વળી જશો

નવી દિલ્હી: બોલીવુડ (Bollywood) ની ડ્રામા ક્વીન કહેવાતી રાખી સાવંત (Rakhi Sawant) હંમેશા ચર્ચામાં રહે છે. રાખી સાવંત સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. દરરોજ પોતાના ફેન્સ સાથે નવા વીડિયોઝ અને તસવીરો પોસ્ટ કરતી રહે છે. રાખી આ વખતે આ એક નવા વીડિયોના કારણે ચર્ચામાં છે. 

રાખીનો શ્રીદેવીનો 'નાગિન અવતાર'
તાજેતરમાં જ બિગ બોસ 14માં જોવા મળેલી રાખી સાવંત (Rakhi Sawant)  શોમાં અલગ અલગ અંદાઝમાં દર્શકોનું મનોરંજન કરતી જોવા મળતી હતી. હવે શોમાંથી બહાર ગયા બાદ પણ તેનું મનોરંજન ચાલુ જ છે. આ વખતે રાખીએ દિવંગત અભિનેત્રી શ્રીદેવીનો નાગિન અવતાર લીધો છે. 

આ વીડિયોમાં રાખીનો આ અંદાજ જોઈને લોકો પોતાના હાસ્ય પર કાબૂ રાખી શકતા નથી. વીડિયોમાં રાખી મે તેરી દુશ્મન....ગીત પર નાચતી જોવા મળે છે. અત્રે જણાવવાનું કે આ એક મોર્ફ્ડ વીડિયો છે. જેમાં ઓરિજિનલ ગીતમાં શ્રીદેવીની જગ્યાએ રાખીએ ફક્ત પોતાનો ચહેરો જ લગાવ્યો છે. બાકી બધું એમનું એમ જ છે. 

ખુબ વાયરલ થઈ રહ્યો છે વીડિયો
રાખી (Rakhi Sawant) નો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. રાખી આ ગીતમાં ખુબ ફની લાગે છે. ફેન્સ પણ આ વીડિયો પર ખુબ કોમેન્ટ કરી રહ્યા છે. આ સાથે જ લોકો એ પણ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે આખરે આ વીડિયો બનાવવા માટે કઈ એપનો ઉપયોગ કર્યો છે અને કેવી રીતે બનાવ્યો છે. 

રાખીએ શ્રીદેવીને ગણાવી ફેવરિટ
આ વીડિયો પોસ્ટ કરતા જ રાખીએ કેપ્શનમાં જણાવ્યું કે શ્રીદેવી તેમની પસંદગીની અભિનેત્રી છે. જો કે તેણે અહીં  ફિલ્મનું નામ નાગિન લખ્યું છે. જ્યારે આ ગીત ફિલ્મ નગિનાનું છે. રાખીએ લખ્યું કે મને શ્રીદેવીથી પ્રેમ છે. ફિલ્મ નાગિન મારી પસંદગીની ફિલ્મોમાંથી એક છે. જો આ ફિલ્મ ફરીથી બને તો તેમાં ફરીથી કોને કાસ્ટ કરવા જોઈએ. તમારી પસંદ કોમેન્ટમાં જણાવો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news