Watch Video: લાઈવ કોન્સર્ટમાં પ્રિયંકા ચોપરાના પતિ પર એક મહિલાએ ફેંકી બ્રા..., એક મિનિટમાં મચ્યો હંગામો!

Nick Jonas Concert Video: બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના પતિ અને લોકપ્રિય અમેરિકન ગાયક નિક જોનાસ તાજેતરમાં તેના ભાઈઓ કેવિન જોનાસ અને જો જોનાસ સાથે ન્યૂયોર્કના યાન્કી સ્ટેડિયમમાં કોન્સર્ટ માટે પહોંચ્યા હતા.

 Watch Video: લાઈવ કોન્સર્ટમાં પ્રિયંકા ચોપરાના પતિ પર એક મહિલાએ ફેંકી બ્રા..., એક મિનિટમાં મચ્યો હંગામો!

Nick Jonas Concert Video: બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાના પતિ અને પોપુલર અમેરિકી સિંગર નિક જોનસ હાલમાં પોતાના ભાઈ કેવિન જોનસ અને જો જોનાસની સાથે ન્યૂયોર્કના યાંકી સ્ટેડિયમમાં ચાલી રહેલા એક કોન્સર્ટમાં પહોંચ્યા. જ્યાં તેમની સાથે એક શરમજનક ઘટના બની હતી. આ ઘટના સાંભળીને હાલ દરેક લોકો આશ્ચર્યમમાં મૂકાયા છે. જોકે, નિકના કોન્સર્ટમાં હાજર એક મહિલાએ ચાલું શો દરમિયાન નિક જોનસ પર બ્રા ફેંકી હતી.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો નિકનો આ વીડિયો
નિક જોનાસના આ કોન્સર્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો એક ફેન્સે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં નિક વાદળી શર્ટ અને લાલ શેડનું પેન્ટ પહેરીને સ્ટેજ પર ગીત ગાય છે. ત્યારે એક મહિલા ચાહકે તેની બ્રા તેના પર ફેંકી હતી. જે પછી નિક થોડીવાર માટે રોકાઈ ગયો અને પછી પાછું ગાવા લાગ્યો.

ફેન્સે વીડિયો પોસ્ટ કરીને વ્યક્ત કરી નારાજગી
આ વીડિયો પોસ્ટ કરતા નિકના ફેને કેપ્શનમાં લખ્યું- "નિકના કોન્સર્ટની કેટલીક તસવીરો, જેમાં એક પ્રશંસકે તેના પર બ્રા ફેંકી હતી.. વિચારી રહ્યો છું કે આખરે ક્યારે લોકો પોતાના વિચારોથી ઉપર ઉઠશે અને એક કલાકારનું સમ્માન કરશે...કૃપા કરીને તેમના પર આવી વસ્તુઓ ના ફેંકો...' જ્યારે હવે નિકના ઘણા લોકો આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેઓ તે મહિલાને આડે હાથ લઈ રહ્યા છે.

ચાહકોએ ઘટનાને ગણાવી અપમાનજનક
આ ટિપ્પણી કરતા એક ચાહકે લખ્યું, "તેના અને તેના પરિવાર માટે આ ખૂબ જ અપમાનજનક છે... ચાહકોએ કલાકારોનું સન્માન કરતા શીખવાની જરૂર છે..." અન્ય એક યુઝરે લખ્યું, "આ ખૂબ જ શરમજનક છે..પોતાની જાતને પ્રશંસક કહેવું અને પછી કલાકાર પર બ્રા ફેંકવી..આ ખૂબ જ અપમાનજનક અને ઘૃણાજનક ઘટના છે..."

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે જ્યારે નિકના કોન્સર્ટમાં આવું કંઈક થયું હોય. આ પહેલા પણ એક ફેને નિક પર તેની બ્રા ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે સમયે પ્રિયંકા ત્યાં હાજર હતી. જેણે સ્ટેજ પર પહોંચતા પહેલા જ ફેન્સની બ્રા પકડી લીધી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news