Mannara Chopra: કોઈએ નોટિસ ન કરી પણ મન્નારા ચોપડા પ્રિયંકા સાથે કરી ચુકી છે કામ, વાયરલ થઈ આ Video clip

Mannara Chopra: બિગ બોસમાં સેકન્ડ રનર અપ બન્યા પછી રાતોરાત મન્નારા ચોપડાનું નામ ચર્ચામાં આવી ગયું છે. લોકો તેને ઓળખતા થયા છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે બિગ બોસથી ફેમસ થયેલી મન્નારા પોતાની બહેન પ્રિયંકા ચોપડા સાથે સ્ક્રીન ચેર કરી ચૂકી છે.

Mannara Chopra: કોઈએ નોટિસ ન કરી પણ મન્નારા ચોપડા પ્રિયંકા સાથે કરી ચુકી છે કામ, વાયરલ થઈ આ Video clip

Mannara Chopra:બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસની 17મી સીઝનમાં સેકન્ડ કનક અપ બનીને બહાર આવેલી મન્નારા ચોપડા છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓમાં છે. તેના ઇન્ટરવ્યૂ પણ વાઇરલ થવા લાગ્યા છે. બિગ બોસમાં સેકન્ડ રનર અપ બન્યા પછી રાતોરાત મન્નારા ચોપડાનું નામ ચર્ચામાં આવી ગયું છે. લોકો તેને ઓળખતા થયા છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે બિગ બોસથી ફેમસ થયેલી મન્નારા પોતાની બહેન પ્રિયંકા ચોપડા સાથે સ્ક્રીન ચેર કરી ચૂકી છે. પરંતુ તે સમયે કોઈએ તેને નોટિસ પણ ન કરી.

જ્યારે મન્નારા બિગ બોસના ઘરમાં હતી ત્યારે અને બહાર આવ્યા પછી પણ તેની કઝીન બહેન પ્રિયંકા ચોપડાએ તેને સપોર્ટ કર્યો હતો. બિગ બોસ શો પૂરો કર્યા પછી એક મુલાકાત દરમિયાન મન્નારાએ જણાવ્યું હતું કે શો પુરો થયા પછી પ્રિયંકા અને નીક જોનસ સાથે તેની બે કલાક ફોનમાં વાત થઈ હતી. પ્રિયંકાએ તેને કેટલીક સલાહ પણ આપી છે. આ બધી જ ચર્ચાઓ વચ્ચે હવે પ્રિયંકા ચોપડા અને મન્નારા ચોપડાનો એક વિડીયો વાયરલ થવા લાગ્યો છે.

આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં બંને બહેનો એક સાથે એક એડમાં જોવા મળે છે. જ્યારે આ એડ આવી હતી ત્યારે કદાચ જ કોઈએ મન્નારા ચોપડાને નોટિસ કરી હશે. પરંતુ હવે આ વિડીયો વાયરલ થયા પછી લોકો પ્રિયંકા ચોપડા અને મન્નારાને લઈને કોમેન્ટ કરી રહ્યા છે. 

આ વિડીયો એક જૂની ટીવી એડ છે. એક હેર ઓઇલ બ્રાન્ડને પ્રમોટ કરતી પ્રિયંકા સાથે એડમાં મન્નારા પણ જોવા મળે છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે. સાથે જ મનનારા ચોપડાના ચાહકો તેના પર અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news