જાણીતી સિંગરનો દાવો, શાહરૂખ ખાન અને કરણ જોહર લંડન જઈ ચૂપચાપ કરતા હતા આ કામ

Shahrukh Khan And Karan johar Relationship : ગાયિકા સુચિત્રાએ પોતાના પૂર્વ પતિ કાર્તિક કુમાર, બોલિવુડના કિંગ ખાન અને કરણ જૌહરના સંબંધો વિશે સ્ફોટક ખુલાસો કર્યો છે
 

જાણીતી સિંગરનો દાવો, શાહરૂખ ખાન અને કરણ જોહર લંડન જઈ ચૂપચાપ કરતા હતા આ કામ

singer suchitra claims : સુચિત્રા નામથી ફેમસ ગાયિકા સુચિત્રા રામાદુરઈ પોતાના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. સિંગર ઈન્ડસ્ટ્રીઝના કલાકારોને લઈને હંમેશા સનસનીખેજ ખુલાસા તે કરતી હોય છે. હાલમાં જ તેણે પોતાના એક્સ પતિ સહિત બોલિવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાન અને કરણ જૌહર વિશે મોટો અને ચોંકાવનારો દાવો કર્યો છે. સિંગરે પોતાના પૂર્વ પતિ કાર્તિક કુમાર, બોલિવુડના કિંગ ખાન અને કરણ જૌહરને ગે ગણાવ્યા છે. 

શાહરૂખ-કરણને બતાવ્યા ગે
ગાયિકા સુચિત્રાએ તમિલ મીડિયા કુમુદમમાં આપેલા ઈન્ટરવ્યૂમાં બોલિવુડના ફિલ્મ નિર્માતા કરણ જૌહર અને સુપરસ્ટાર શાહરૂખ ખાનના સંબંધો વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સુચિત્રાએ ઈન્ટરવ્યૂની ચર્ચામાં બોલિવુડના સેલિબ્રિટીઝને ધસેડ્યા અને દાવો કર્યો કે, તેમના વચ્ચે સમલૈગિંક સંબંધો બન્યા છે. સુચિત્રાએ એવો પણ દાવો કર્યો કે, તેના પૂર્વ પતિ કાર્તિક કુમાર સમલૈગિંક છે. તેણે આરોપ લગાવ્યો કે, લંડનમાં કરણ અને શાહરૂખની સાથે તેમનું ગે એન્કાઉન્ટર થયું હતું. ગાયિકાએ જણાવ્યું કે, બી-ટાઉનને કેટલાક કલાકાર હંમેશા આવા દેશોની મુલાકાત લે છે, જ્યાં સમલૈગિંક સંબંધો કાયદેસર ગણાય છે. 

બોલિવુડના કલાકારોની પોલી ખોલી
તેમના ઈન્ટરવ્યૂનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો છે. ક્લિપમાં તે કહી રહી છે કે, એકવાર જ્યારે કાર્તિક લંડન ટ્રીપ પર હતો, ત્યારે તેની મુલાકાત કરણ જૌહર અને શાહરૂખ ખાન સાથે થઈ હતી. તેઓ બારથી ભરેલી એક ગલીમાં ફરી રહ્યા હતા. તેઓ ક્રોસ ડ્રેસ્ડ હતા. આ કંઈક એવુ હતું જે કરણ અને શાહરૂખ હંમેશા વિદેશ જવા પર કરે છે. તેઓ આ પ્રકારના કપડા પહેરીને ગે એરિયામાં જાય છે. તેઓ એવા માહોલમાં મિક્સ થઈ જાય છે અને રાતની મજા માણે છે. 

પૂર્વ પતિએ આપી સ્પષ્ટતા
સુચિત્રાનો વીડિયો વાયરલ થવા બાદ તેના એક્સ પતિ કાર્તિકનો ખુલાસો આવ્યો છે. સુચિત્રાના દાવા પર વાત કરતા કાર્તિકે કહ્યું કે, જો તેઓ સમલૈગિંગ હોત, તો તેઓ તેનો સ્વીકાર ગર્વથી કરતા. જો હુ સમલૈગિંગ છું, તો મને સમલૈગિંગ થવા પર શરમ નહિ આવે. મને કોઈ પણ પ્રકારનો યૌન સંબંધ રાખવા પર ગર્વ હોત.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news