Stock Market Crash: ફરી થયું કડડભૂસ... ખૂલતાં જ Sensex 700 પોઇન્ટ તૂટ્યો, Tata ના આ શેર તળિયે

Share Market Crash Again: ગત અઠવાડિયે શેર બજારમાં ખૂબ જ ઉથલ પાથલ જોવા મળી હતી, તો બીજી તરફ અઠવાડિયા પ્રથમ દિવસે સોમવારે પણ બજારમાં હાહાકાર મચી ગયો છે. સેંસેક્સ 700 પોઇન્ટથી વધુ તૂટીને કારોબાર કરી રહ્યો છે. 
 

Stock Market Crash: ફરી થયું કડડભૂસ... ખૂલતાં જ Sensex 700 પોઇન્ટ તૂટ્યો, Tata ના આ શેર તળિયે

Stock Market Crash: શેર બજાર (Stock Market) માં અઠવાડિયા પ્રથમ દિવસે ફરી એકવાર ભૂકંપ જોવા મળ્યો છે. દેશમાં લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન (Lok Sabha Election Voting) ચાલુ છે તો બીજી તરફ માર્કેટ ઓપન થતાં જ બોમ્બે સ્ટોક એક્સચેંજના 30 શેરોવાળા સેંસેક્સ  (Sensex) લગભગ 700 પોઇન્ટ તૂટી ગયો, તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી (Nifty) પણ કડકભૂસ જોવા મળી રહ્યો છે. ગત અઠવાડિયે પણ ખૂબ જ ઉથલ પાથલ જોવા મળી હતી. 

જોતજોતાં જ સેન્સેક્સ થયો ધડામ
સોમવારે શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત લાલ નિશાનમાં ઘટાડા સાથે થઈ હતી. ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે BSE સેન્સેક્સ 239.16 પોઈન્ટ ઘટીને 72,425.31 પર ખુલ્યો હતો, તે 72,664.47 પર બંધ થયો હતો. આ ઘટાડો ટ્રેડિંગની માત્ર 5 મિનિટમાં જ તીવ્ર બની ગયો હતો, સમાચાર લખાય છે ત્યાં સુધી, સવારે 9.50 વાગ્યે, BSE સેન્સેક્સ 743.60 પોઈન્ટ્સ અથવા 1.02 ટકાના ઘટાડા સાથે 71,921.87 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો.

નિફ્ટીમાં પણ ધરખમ ઘટાડો
સેન્સેક્સની જેમ જ શેરબજારનો બીજો સૂચકાંક નિફ્ટી (નિફ્ટી50) પણ 100થી વધુ પોઈન્ટ્સ સરકી ગયો હતો. તે 22,055ના પાછલા બંધ સ્તરથી 58.70 પોઈન્ટ ઘટીને 21,996.50 ના સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું હતું અને લખાઈ રહ્યું છે ત્યાં સુધી તે 222.90 પોઈન્ટ્સ અથવા 1.01 ટકાના ઘટાડા સાથે 21,832.30 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. સોમવારે શેરબજારમાં કારોબાર શરૂ થતાની સાથે જ 1472 શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે 1026 શેરની શરૂઆત લાલ નિશાનમાં થઈ હતી. 183 શેર હતા જેની સ્થિતિ યથાવત રહી હતી.

Tata આ બે શેર તૂટ્યા
બોમ્બે સ્ટોક એક્સચેંજની 30 કંપનીઓમાંથી 27 કંપનીના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમાં સૌથી વધુ ઘટાડો ટાટા મોટર્સના શેર (Tata Motors Share) માં આવ્યો છે. આ 7.88 ટકા તૂટીને  964.35 રૂપિયાના લેવલ પર આવી ગયા છે. અન્ય લાર્જ કેપ કંપનનીઓની વાત કરીએ તો Tata Steel Share 2.28 ટકાના ઘટાડા સાથે  158.65 રૂપિયા પર કારોબાર કરી રહ્યો હતો. આ ઉપરાંત JSW Steel ના શેર 2.24 ટકા સરકીને 834.65 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. 

આ શેરોએ પણ ડૂબાડ્યા રૂપિયા
મિડકેપ કંપનીઓની વાત કરીએ તો તેમાં સામેલ બેંક ઓફ ઇન્ડીયાન શેર (Bank Of India Share) 10.48 ટકા તૂટીને રૂ. 124.30 પર, યુનિયન બેન્કનો શેર (Union Bank Share) 6.76 ટકા તૂટીને રૂ. 132.45 અને PEL Share 4.15 ટકા ઘટીને રૂ. 812.45 પર ટ્રેડ કરી રહ્યો હતો.

સ્મોલકેપ કંપનીઓના જે શેરોમાં શરૂઆતી કારોબાર સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. તેમાં NeulandLab Share 12.97 ટક ઘટીને 6208.90 રૂપિયા પર આવી ગયો, તો બીજે તરફ SOTL Share 11.37 ટકાના ઘટાડા સાથે 496 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. આ ઉપરાંત Reesponind Share પણ 8.57 ટકા તૂટીને  264.05 રૂપિયા પર આવી ગયો હતો. 

(નોંધ- શેર બજારમાં કોઇપણ રોકાણ કરતાં પહેલાં પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લો.) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news