Shani Dev: શનિ દેવના દર્શન કરતી વખતે કરી આ ભુલ તો જીવન પસાર થશે તકલીફોમાં જ

શનિદેવ

શનિદેવ કર્મ અનુસાર ફળ આપનાર દેવતા છે. શનિવારે શનિદેવની પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે.

શનિવાર

શનિવારે શનિ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આ દિવસે શનિ મંદિરમાં સરસવનું તેલ અર્પણ કરવામાં આવે છે.

શનિદેવની પૂજા

શનિદેવની પૂજા હંમેશા સુર્યાસ્ત પછી કરવાનું ઉચિત માનવામાં આવે છે આ સમયે દીવો પણ કરવો જોઈએ.

શનિ ચાલીસા

સાથે જ શનિ ચાલીસાનો પાઠ કરવાથી પણ શનિદેવ જીવનના કષ્ટને દૂર કરે છે.

દર્શન

પરંતુ શનિદેવની પૂજા કરો કે તેમના દર્શન કરો ત્યારે ભૂલથી પણ તેમની મૂર્તિની સામે ઊભા રહેવું નહીં.

દુષ્પરિણામ

આ સિવાય શનિદેવની આંખમાં ક્યારેય જોવું નહીં. જો દર્શન કરતી વખતે તમે આવું કરો છો તો તેના દુષ્પરિણામ ભોગવવા પડે છે..

આંખમાં ન જોવું

શનિદેવની પૂજા કરો કે તેમના દર્શન કરો તો આંખ હંમેશા તેમના ચરણો તરફ નીચે રાખવી.

અશુભ પરિણામ

શાસ્ત્રો અનુસાર એક શ્રાપના કારણે શનિદેવની આંખમાં જોનાર વ્યક્તિને અશુભ પરિણામ ભોગવવા પડે છે.