Vastu Tips: પર્સ જ નહીં ઘરમાં આ 5 વસ્તુઓ પણ ખાલી રહે તો કરાવે ધન હાનિ

વાસ્તુ શાસ્ત્ર

હિંદુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્ર વિશેષ મહત્વ ધરાવે છે. વાસ્તુ શાસ્ત્રના કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે.

ધન હાનિ

જો વાસ્તુના આ નિયમોનું પાલન ઘરમાં ન થાય તો વાસ્તુ દોષના કારણે ધન હાનિ પણ થાય છે.

ઘરની વસ્તુઓ

આજે તમને ઘરની એ વસ્તુઓ વિશે જણાવીએ જેને ક્યારેય ખાલી રાખવી નહીં.

તિજોરી

ઘરની તિજોરીને ક્યારેય ખાલી ન રાખો. તેને અશુભ માનવામાં આવે છે. તેમાં કોડી, હળદરની ગાંઠ રાખી શકો છો.

પાણીની ડોલ

બાથરુમમાં ક્યારેય પાણીની ડોલને ખાલી ન રાખો. ખાલી રાખવી હોય તો તેને ઊંધી રાખો.

પર્સ

પર્સને ક્યારેય ખાલી રાખવું નહીં. કોઈપણ પર્સને ખાલી કરો તો તેમાં 1 રુપિયો તો રાખવો જ.

કળશ

ઘરના મંદિરમાં ક્યારેય ખાલી કળશ ન રાખો. તેનાથી ધન હાનિ થાય છે.

ભંડાર

અનાજ ભરવાના ભંડારને પણ ખાલી રાખવા નહીં. તેનાથી માં અન્નપૂર્ણા નારાજ થાય છે.