Astro Tips: સૂતા પહેલા માથા પાસે રાખો આ 5 માંથી કોઈ એક વસ્તુ, ધન લાભ થવાના ખુલી જશે રસ્તા

Astro Tips: સૂતી વખતે માથા પાસે જો કેટલીક વસ્તુઓ રાખવામાં આવે તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે ધન લાભનું કારણ બને છે. આજે તમને જણાવીએ આવી વસ્તુઓ વિશે જેના માથા પાસે રાખવાથી ધન પ્રાપ્તિ થઈ શકે છે.

Astro Tips: સૂતા પહેલા માથા પાસે રાખો આ 5 માંથી કોઈ એક વસ્તુ, ધન લાભ થવાના ખુલી જશે રસ્તા

Astro Tips: જ્યોતિષશાસ્ત્રમાં સુખ-શાંતિથી ભરપૂર અને ખુશહાલ જીવન જીવવા માટેની કેટલીક ટિપ્સ જણાવવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ આ ટિપ્સને ફોલો કરે છે તો તેના જીવનમાં સહકારાત્મક ફેરફાર ચોક્કસથી જોવા મળે છે. આ ટીપ્સ ફોલો કરવાથી વ્યક્તિને ઘણા બધા લાભ થાય છે. ખાસ તો જે વ્યક્તિઓને ધન લાભની કામના હોય તેમણે સૂતી વખતે કેટલીક ટીપ્સ ફોલો કરવી જોઈએ. સૂતી વખતે માથા પાસે જો કેટલીક વસ્તુઓ રાખવામાં આવે તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે ધન લાભનું કારણ બને છે. આજે તમને જણાવીએ આવી વસ્તુઓ વિશે જેના માથા પાસે રાખવાથી ધન પ્રાપ્તિ થઈ શકે છે.

સૂતી વખતે માથા પાસે રાખો આ વસ્તુઓ 

- રાત્રે સુતા પહેલા માથા પાસે હળદરની ગાંઠ રાખવી જોઈએ. તેનાથી નકારાત્મક ઊર્જાનો અંત થાય છે. હળદરની ગાંઠ માથા પાસે રાખીને સુવાથી નોકરીમાં પ્રગતિ થાય છે અને ધન સંપત્તિ પણ વધે છે. 

- જો તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ ચાલી રહી છે તો માથા પાસે એક રૂપિયાનો સિક્કો રાખીને સૂવું. તેનાથી ધન લાભ થાય છે અને કરજથી મુક્તિ મળે છે. 

- સૂતી વખતે ઓશીકા પાસે વરિયાળી અને એલચી રાખવી જોઈએ. તેનાથી ખરાબ સપના આવતા નથી અને આર્થિક, માનસિક અને શારીરિક સમસ્યાઓ દૂર થાય છે. 

- એક લોટામાં પાણી ભરીને તેને માથા તરફ રાખીને સુવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. સવારે જાગીને આ પાણીને કોઈ છોડમાં પધરાવી દેવું. 

- સુંદરકાંડ અને ભગવત ગીતાનું પુસ્તક પણ શુભ ગણાય છે. માથા પાસે આ પુસ્તક રાખીને સુવાથી મન શાંત રહે છે અને જીવનમાં સકારાત્મકતા આવે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news