બીજા ધર્મમાં લગ્ન કરવા આ અભિનેત્રીને પડ્યા ભારે, પ્રેમ થયો તો સમાજે કર્યો હતો વિરોધ

Tanvi Azmi Wedding in Another Religion: ટીવી અને બોલીવુડમાં તન્વી આઝમીએ લાંબા સમય સુધી કામ કર્યું છે. કમાલના અભિનયથી તન્વી પોતાના પાત્રમાં એવી મહેનત કરતી કે દરેક તેના દીવાના બની જતાં. ઢાઈ અક્ષર પ્રેમ કે, અંજાના અંજાની, યે જવાની હૈ દીવાની અને બાજીરામ મસ્તાની જેવી ફિલ્મોમાં તન્વીએ પોતાના પાત્રથી અમિટ છાપ છોડી છે. તન્વીએ આ ફિલ્મોમાં જેટલા પાત્ર ભજવ્યા, રિયલ લાઇફમાં તેની કહાની ખુબ અલગ હતી. તન્વી મહારાષ્ટ્રીય બ્રાહ્મણ પરિવારમાંથી હતી, પરંતુ તેણે લગ્ન બીજા ધર્મમાં કર્યાં હતા. ત્યારબાદ ખુબ બબાલ થઈ હતી. તન્વીએ તાજેતરમાં તેના પર વાત કરી હતી. 

અહીં જોવા મળી

1/6
image

તન્વી આઝમી તાજેતરમાં દિલ દોસ્તી ડિલેમા સિરીઝમાં જોવા મળી હતી. તેમાં તેણે અનુષ્કા સેનની દાદીનું પાત્ર ભજવ્યું છે. તાજેતરમાં તન્વીએ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરી હતી. 

બળવાખોર સ્વભાવ

2/6
image

આ દરમિયાન તન્વીએ કહ્યું કે હું બાળપણમાં આજ્ઞાકારી હતી. પરંતુ મારો વિદ્રોહવાળો સ્વભાવ બાદમાં બહાર આવ્યો હતો.

બીજા ધર્મમાં લગ્ન

3/6
image

અભિનેત્રીએ આગળ કહ્યું કે જિંદગીમાં એક સમય એવો આવ્યો કે હું બળવાખોર થઈ ગઈ. આવું ત્યારે થયું જ્યારે મારા લગ્ન થયા. તે સમયે અનુભવ થયો કે આખુ મુંબઈ ભડકી ગયું છે. કારણ એક બ્રાહ્મણ મહારાષ્ટ્રીયન યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરી લીધા.

ઘણા લોકોની દુનિયા ખતમ થઈ ગઈ

4/6
image

આવું લાગ્યું કે ઘણા લોકોની દુનિયા ખતમ થઈ ગઈ. મારા માટે વિદ્રોહ ત્યારથી શરૂ થયો હતો અને ત્યારથી હજુ સુધી ગયો નથી.

 

શબાના આઝમીની છે ભાભી

5/6
image

તન્વી આઝમી ટીવી અને સિનેમાજગતમાં એક મોટું નામ છે. એટલું જ નહીં તેનો શબાના આઝમી સાથે પણ નજીકનો સંબંધ છે. હકીકતમાં તન્વી શબાના આઝમીના ભાભી છે અને કેફી આઝમીની પુત્રવધૂ છે. તેણે સિનેમેટોગ્રાફર બાબા આઝમી સાથે લગ્ન કર્યાં છે. જે શબાના આઝમીનો સગો ભાઈ છે. 

કઈ રીતે પરિવારમાં થઈ સેટ?

6/6
image

તન્વી આઝમી આજે શાનદાર જિંદગી જીવી રહી છે. પરિવારમાં સેટલ થવા વિશે વાત કરતા તન્વીએ કહ્યું કે આ પરિવારનો ભાગ બનવામાં ખુબ સારૂ લાગ્યું. તેણે ક્યારેય મને નિરાશ ન કરી. ન ક્યારેય અનુભવ કરાવ્યો કે મારે તે હાસિલ કરવાની જરૂર છે જે બીજાએ હાસિલ કર્યું છે. જ્યાં સુધી મને સારા કામ મળે છે ત્યાં સુધી હું મારી સફરથી ખુશ છું.