8 દિવસ બાદ સૂર્ય આ જાતકો પર વરસાવશે પોતાની કૃપા, સમાજમાં માન-સન્માન વધશે, ધનલાભનો યોગ

Surya Nakshatra Gochar 2024: ગ્રહોના રાજા સૂર્ય દેવ જલ્દી બુધના નક્ષત્ર રેવતીમાં પ્રવેશ કરવાના છે. સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી ત્રણ જાતકોને વિશેષ લાભ મળવાનો છે. 

સૂર્ય નક્ષત્ર ગોચર

1/5
image

ગ્રહોના રાજા સૂર્ય એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે. નોંધનીય છે કે આ સમયે સૂર્ય ગુરૂની રાશિ મીનમાં બિરાજમાન છે. તેવામાં 12 રાશિઓના જીવનમાં સકારાત્મક કે પછી નકારાત્મક પ્રભાવ જોવા મળે છે. જ્યાં એક તરફ સૂર્ય મીન રાશિમાં બિરાજમાન છે. તો માર્ચના અંતમાં એટલે કે 31 માર્ચે સવારે 8 કલાકે રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યાં છે. આ નક્ષત્રમાં સૂર્ય દેવ 13 એપ્રિલ 2024 સુધી રહેશે. ત્યારબાદ અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ કરી જશે. નોંધનીય છે કે રેવતી નક્ષત્રના સ્વામી બુધ ગ્રહ છે. તેવામાં સૂર્યની સાથે બુધનો મિત્રતાનો ભાવ છે. તેવામાં આ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પ્રભાવ પડી શકે છે. આવો જાણીએ સૂર્યના રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરવાથી કઈ રાશિઓને લાભ મળશે.   

રેવતી નક્ષત્ર

2/5
image

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રેવતી નક્ષત્ર 27 નક્ષત્રોમાં છેલ્લું નક્ષત્ર છે. આ નક્ષત્રને ધન, મહત્વકાંક્ષાનું પ્રતીક માનવામાં આવે છે. તેવામાં સૂર્યના રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરવાથી સમાજમાં માન-સન્માનમાં વધારો થશે અને ધન-ધાન્ય વધશે. 

વૃષભ રાશિ

3/5
image

સૂર્ય રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરી આ રાશિના અગિયારમાં ભાવમાં બિરાજમાન થવાના છે. તેવામાં વૃષભ રાશિને વિશેષ લાભ મળશે. નાણાકીય લાભ મળવાની શક્યતા છે. આ સાથે જીવનમાં ભૌતિક સુખની પ્રાપ્તિ થઈ શકે છે. કરિયરના ક્ષેત્રમાં આ નક્ષત્ર પરિવર્તન તમારા  માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. વેપારમાં પણ લાભ મળવાનો છે. બિઝનેસમાં લાભ થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી થવાની છે અને આર્થિક સમસ્યાથી છુટકારો મળી શકે છે. લગ્ન જીવનમાં ખુશીઓ રહેશે.   

મિથુન રાશિ

4/5
image

સૂર્યનો રેવતી નક્ષત્રમાં પ્રવેશ આ જાતકોને લાભ અપાવશે. તમારી અંદર આત્મવિશ્વાસ અને સાહસમાં વધારો થશે. સાથે તમને વિદેશ જવાની તક મળી શકે છે. કરિયરની વાત કરીએ તો કોઈ નવો ચમત્કાર જોવા મળી શકે છે. તેવામાં તમારી પ્રગતિ થઈ શકે છે. નોકરીને લઈ કેટલીક યાત્રાઓ કરવી પડી શકે છે. પરંતુ ભવિષ્યમાં તેનાથી તમને લાભ મળી શકે છે. વેપારની વાત કરીએ તો સૂર્યનું આ નક્ષત્ર પરિવર્તન તમને લાભ કરાવી જશે. તમારૂ વર્ચસ્વ સ્થાપિત થશે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો તમે બચત કરવામાં સફળ થઈ શકો છો. 

કન્યા રાશિ

5/5
image

આ રાશિના જાતકો માટે સૂર્યનું નક્ષત્ર પરિવર્તન કોઈ ચમત્કારથી ઓછુ નથી. આ રાશિના જાતકોને ધનલાભ મળી શકે છે. આ સાથે કરિયરમાં પણ લાભ મળી શકે છે. ઉચ્ચ સ્તરમાં વિકાસનો યોગ બની રહ્યો છે. કરિયરના સંબંધમાં વિદેશ યાત્રાની તક મળી શકે છે. સાથે વેપારમાં નફો થવાની શક્યતા જોવા મળી રહી છે. તમે નાણાની બચત કરી શકો છો. સંબંધની વાત કરીએ તો તમે તેને ઈમાનદારીથી નિભાવશો. આ સાથે તમારૂ સ્વાસ્થ્ય પણ સારૂ રહી શકે છે.