2 મહિના મળે આ પાંદડા, કિંમત માત્ર ₹1, વજન ઘટાડશે, સ્વાદિષ્ટ બને છે સબજી

Colocassia leaf: હાર્ટ શેપમાં એકદમ પાનના પાંદડા જેવા આ વિશાળ પાંદડા અડવીના છે. અડવીના વિશાળ પાંદડાનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે. આ સાથે બજારમાં તે માત્ર એક અથવા બે રૂપિયામાં મળે છે. 

1/6
image

અડવીની સબજી તો અવાર નવાર આપણા ઘરમાં ખાઇએ છીએ, પરંતુ શું તમે અડવીના પાંદડાનું શાક ખાધું છે. આ પાંદડા એકદમ વિશાળ અને પાનાના પત્તા જેવા દેખાય છે. તેની સબજી અડવી કરતાં પણ સ્વાદિષ્ટ લાગે છે. ઔષધિય ગુણોથી ભરપૂર હોવાની સાથે સથે તેની કિંમત પણ એક થી બે રૂપિયા હોય છે. 

2/6
image

અડવીના પાંદડાની સબજી મહિલાઓ ઘરમાં બેસન સાથે મિક્સ કરીને બનાવે છે. એટલા માટે અડવીના પાંદડાનું ખૂબ વેચાય છે. 

3/6
image

અડવીના પાંદડાનું શાક ખૂબ સ્વાદિષ્ટ બને છે. તેની સબજી બનાવતાં પહેલાં તેના પાંદડાને સૌથી પહેલાં સાફ કરવામાં આવે છે પછી તેના પછી બેસનનો લેપ ચઢાવવામાં આવે છે. પછી તેને રોલ બનાવીને અડવીના પાંદડાને બાફવામાં આવે છે. પછી તેના નાના ટુકડાને ગરમ કરી તેલની કઢાઇમાં આ પાંદડાને શેકીને ગ્રેવીમાં મિક્સ કરવામાં આવે છે. 

4/6
image

અડવીના પત્તા બજારમાં ફક્ત વરસાદની સિઝન શરૂ થયા પછી સતત 2 થી 3 મહિના મળે છે. અડવીના નાના પાંદડા બજારમાં માત્ર 1 રૂપિયામાં મોટા પાંદડા બે રૂપિયામાં મળે છે. 

5/6
image

આયુર્વેદિક ચિકિત્સકના અનુસાર અડવીના પાંદડા ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે. એની તાસીર ઠંડી હોવાની સાથે આ પાંદડામાં ભરપૂર માત્રામાં વિટામીન એ,બી,સી તથા કેલ્શિયમ પોટેશિયમ અને એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે. જે શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે. 

6/6
image

આ પાંદડા પિત્તના રોગોમાંથી છુટકારો અપાવવાની સાથે સાથે પેટની પાચનક્રિયાને ઠીક રાખે છે. સુવાવડ બાદ મહિલાઓ તેનું સેવન કરે છે તો તેમનું દૂધ વધે છે. સાંધાના દુખાવામાં અને હદયના રોગોમાં પણ તેનું સેવન ખૂબ ફાયદાકારક રહે છે અને શરીરનું વજન ઘટાડવામાં પણ કારગર છે.