ભૂતિયું કહેવાય છે આ ઝરણું, અદભૂત સુંદરતા....છતાં જોઈને જ તમારા રૂવાંટા ઊભા થઈ જાય

આ હુંડરુ ઝરણું રાજ્યનું સૌથી ઊંચુ ઝરણું ગણાય છે. આ જગ્યા જોવામાં જેટલી સુંદર લાગે છે એટલી જ ડરામણી તેની કહાની છે. લોકો આ ઝરણાને ભૂતિયું ઝરણું પણ કહે છે. આખરે તેની પાછળનું શું કારણ છે તે તમને ખબર છે? 

ભૂતિયું કહેવાય છે આ ઝરણું, અદભૂત સુંદરતા....છતાં જોઈને જ તમારા રૂવાંટા ઊભા થઈ જાય

Jharkhand Hundru Waterfall: શું તમે ક્યારેય ઝારખંડની મુલાકાત લીધી છે ખરા? અહીં અનેક સુંદર પર્યટન સ્થળો છે. જે લોકોને ખુબ આકર્ષે છે. ખાસ કરીને તમને ઠેર ઠેર  ઝરણા જોવા મળશે. આથી ઝારખંડને ઝરણાઓનું રાજ્ય પણ કહે છે. અહીં એક પર્યટન સ્થળ છે જે ખુબ ચર્ચિત છે અને તે છે હુંડરુ વોટરફોલ.  આ વોટરફોલ સ્વર્ણરેખા નદી પર છે. અહીં 320 ફૂટની ઊંચાઈથી પાણી પડે છે. 

સૌથી ઊંચુ ઝરણું
આ હુંડરુ ઝરણું રાજ્યનું સૌથી ઊંચુ ઝરણું ગણાય છે. આ જગ્યા જોવામાં જેટલી સુંદર લાગે છે એટલી જ ડરામણી તેની કહાની છે. લોકો આ ઝરણાને ભૂતિયું ઝરણું પણ કહે છે. આખરે તેની પાછળનું શું કારણ છે તે તમને ખબર છે? 

ભૂતિયું ઝરણું?
સ્થાનિકલોકો આ ઝરણાને ભૂતિયું અને  ડરામણું ઝરણું પણ કહે છે. એવું કહેવાય છે કે અહીં અનેક લોકોના મોત થઈ ચૂક્યા છે. જોવામાં તમને આ વોટરફોલ એટલો ઊંડો નહીં લાગે પરંતુ જેવા તમે પાણીમાં ઉતરો કે તમને ઠેરઠેર ખાડા મહેસૂસ થાય. જેમને તરતા ન આવડતું હોય તેઓ માટે ડૂબવાનો ડર રહે છે. અનેક એવી ઘટનાઓ ઘટી હોવાનું પણ કહેવાય છે. આથી આ ઝરણું ખતરનાક અને રિસ્કી ગણાય છે. 

No description available.

સતર્ક રહીને પીકનીક કરો
અનેક અકસ્માતો બાદ સ્થાનિક લોકો આ ઝરણાની અંદર નહીં ઉતરવાની સલાહ આપે છે. આમ છતાં જો તમે જવા માંગતા હોવ કે પીકનીક મનાવવા ઈચ્છતા હોવ ત સતર્ક રહેવું જોઈએ. થોડી પણ બેદરકારી તમને મોતને ઘાટ ઉતારી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ અહીં દર વર્ષે શાળાના બાળકોના ડૂબવાથી મોત થવાની ઘટના સામે આવતી રહે છે. આથી સ્થાનિક લોકો અહીં જતા પણ ડરે છે. 

જાઓ તો શું ધ્યાન રાખવું

- વોટરફોલમાં પાણીના તેજ પ્રવાહમાં ન ન્હાવું.
- ઝરણાની આજુબાજુ ખાડા છે અને તેનાથી બચીને રહેવું. 
- તરતા આવડતું હોય તો જ ઝરણાની વચ્ચે જવું. નહીં તો ઝરણું જ્યાં શાંત હોય ત્યાં નાહી લેવું. 

No description available.

ક્યારે જવું
ઉનાળમાં  ફરવા માટે બેસ્ટ સમય છે. જાન્યુઆરીથી એપ્રિલ સુધીનો સમય અહીં પાણીનું સ્તર સામાન્ય રહે છે. ચોમાસામાં જતા બચવું જોઈએ. કારણકે પાણીનું સ્તર ચરમસીમાએ પહોંચી જાય છે. જેનાથી દુર્ઘટના થવાની શક્યતા છે. 

કેવી રીતે જવાય
જો તમે ફ્લાઈટથી જાઓ તો રાંચીથી બિરસા મુંડા એરપોર્ટ પહોંચીને ત્યાંથી ટેક્સમાં જઈ શકો છો. બિરસા મુંડા એરપોર્ટથી હુંડરુ વોટરફોલ લગભગ 47 કિમી દૂર છે. ટ્રેનથી જવું હોય તો તમારે રાંચી જંકશન પહોંચીને હુંડરુ વોટરફોલ માટે ટેક્સી કે બસ લેવી પડશે. રાંચી જંકશનથી હુંડરુ વોટરફોલ લગભગ 40 કિમી દૂર છે. બસથી જવા માટે તમે રાંચીના બિરસા મુંડા બસ ટર્મિનલ ઉતરી શકો છો. અહીંથી હુંડરુ વોટરફોલ લગભગ 45 કિમી દૂર છે. રાંચી-પુરલિયા મેઈન રોડથી આ વોટરફોલ 21 કિમી અંદર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news