ધોરણ 12 પાસ કર્યા બાદ સરકારી નોકરી કરવી છે? ફટાફટ કરજો આ કામ...મળશે મંત્રાલયમાં નોકરી

 12મું પાસ કર્યા બાદ વિદ્યાર્થીઓએ કરિયર વિશે મહત્વના નિર્ણયો લેવાના હોય છે. તેમણે વિવિધ કોલેજોમાંથી એવી કોલેજો અને કોર્સની પસંદગી કરવાની હોય છે જે તેમના સારા ભવિષ્યનો પાયો નાખશે. અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ કરે છે. આવી જ કેટલીક પરીક્ષાઓ વિશે આજે અમે તમને જણાવીશું જે 12માં ધોરણ બાદ વિદ્યાર્થીઓને સરકારી નોકરી અપાવી શકે છે. 
ધોરણ 12 પાસ કર્યા બાદ સરકારી નોકરી કરવી છે? ફટાફટ કરજો આ કામ...મળશે મંત્રાલયમાં નોકરી

 GSEB Gujarat Board Result: 12મું પાસ કર્યા બાદ વિદ્યાર્થીઓએ કરિયર વિશે મહત્વના નિર્ણયો લેવાના હોય છે. તેમણે વિવિધ કોલેજોમાંથી એવી કોલેજો અને કોર્સની પસંદગી કરવાની હોય છે જે તેમના સારા ભવિષ્યનો પાયો નાખશે. અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ કરે છે. આવી જ કેટલીક પરીક્ષાઓ વિશે આજે અમે તમને જણાવીશું જે 12માં ધોરણ બાદ વિદ્યાર્થીઓને સરકારી નોકરી અપાવી શકે છે. 

ભારત સરકારના વિભાગો દ્વારા આખું વર્ષ વિવિધ સરકારી પદો માટે ભરતીઓ નીકળે છે. જેમાંથી અનેક પરીક્ષાઓ એવી પણ હોય છે જેને 12મું ધોરણ પાસ કર્યા બાદ વિદ્યાર્થીઓ પણ આપી શકે છે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ તે પરીક્ષાઓ વિશે તૈયારી કરે જેમાં તેમને ખાસ કરીને રસ હોય. 

મંત્રાલયમાં નોકરી જોઈતી હોય તો SSC ની પરીક્ષા
સરકારી નોકરી કરવા માટે સ્ટાફ સિલેક્શન કમીશન (SSC) એક સારો વિકલ્પ છે. SSC સરકારી મંત્રાલયોમાં અલગ અલગ પદો માટે નિયમિત ભરતી કાઢે છે. તે CHSL, CGL, MTS સહિત વિવિધ પરીક્ષાઓનું આયોજન કરે છે. SSC CHSL પરીક્ષા પાસ કરવાથી પરીક્ષાર્થીને અપર ડીવીઝન ક્લાર્ક, લોવર ડીવીઝન ક્લાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેશન, અને સોટિંગ આસિસ્ટન્ટ જેવા પદો પર નિયુક્ત કરવામાં આવે છે. SSC જનરલ ડ્યૂટી કોન્સ્ટેબલ, સ્ટેનોગ્રાફર, અને રેલવે ગ્રુપની પરીક્ષાઓ પણ કરાવે છે. પરીક્ષાના આધારે ઉંમર મર્યાદા અને યોગ્યતા અલગ અલગ હોઈ શકે છે. જેમ કે SSC CHSL માટે 12મું પાસ કરવું જરરી છે. જ્યારે SSC CGL માટે પરીક્ષાર્થીએ ગ્રેજ્યુએશન કરવું ફરજિયાત છે. 

સિક્યુરિટી ફોર્સીસમાં તક
ધોરણ 12 પાસ કર્યા બાદ ભારતીય સેના, નેવી, અને વાયુસેનામાં પણ ભરતી માટે સંઘ લોક સેવા આયોગ (UPSC) દ્વારા આયોજિત પરીક્ષાઓને પાસ કરવી પડે છે. આવી જ એક પરીક્ષા છે યુપીએસસી એનડીએ પરીક્ષા જે વર્ષમાં બેવાર થાય છે. તેમાં અરજી કરવા માટે ઉમેદવારે કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડથી 12મું પાસ કર્યું હોવું જરૂરી છે. ભારતીય નેવી, અને એરફોર્સમાં ભરતી માટે ઉમેદવારોએ ધોરણ 12માં ફિઝિક્સ અને મેથ્સ હોવું જરૂરી છે. 

રેલવે સાથે જોડાવવાની તક
ધોરણ 12 પાસ કર્યા બાદ તમે રેલવેની નોકરી પણ કરી શકો છો. રેલવેની અનેક પ્રકારની પરીક્ષાઓમાં ધોરણ 12 પાસ ઉમેદવારોની માંગણી હોય છે. જો કે આ પદો માટે ધોરણ 12 પાસ કર્યા ઉપરાંત કેટલીક વધુ સ્કિલ્સ પણ માંગવામાં આવે છે. જેમ કે આસિસ્ટન્ટ લોકો પાઈલટ પદ માટે ઉમદેવાર પાસે મિકેનિકલ/ ઈલેક્ટ્રિકલ/ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું હોવું જરૂરી છે. કેટલાક પદો પર ઉમેદવારોની લેખિત પરીક્ષા ઉપરાંત ટાઈપિંગ ટેસ્ટ પણ સામેલ હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news