દારૂ પીનારા પોલીસકર્મીઓની નોકરી જશે, જાણો કોણ ઉઠાવવા જઈ રહ્યું છે આ મોટું પગલું?

દારૂ પીનારા પોલીસકર્મી પર સરકાર કડકાઈ વર્તવા જઈ રહી છે. જે પોલીસકર્મીઓને દારૂ પીવાની લત છે તેમને વીઆરએસ લઈને રિટાયર કરવામાં આવશે. આવા પોલીસકર્મીઓની ઓળખ પણ કરી લેવાઈ છે. હાલ એવા 300 પોલીસકર્મીઓને નોકરીથી હટાવીને વીઆરએસ (VRS) આપવામાં આવશે. 

દારૂ પીનારા પોલીસકર્મીઓની નોકરી જશે, જાણો કોણ ઉઠાવવા જઈ રહ્યું છે આ મોટું પગલું?

દારૂ પીનારા પોલીસકર્મી પર સરકાર કડકાઈ વર્તવા જઈ રહી છે. જે પોલીસકર્મીઓને દારૂ પીવાની લત છે તેમને વીઆરએસ લઈને રિટાયર કરવામાં આવશે. આવા પોલીસકર્મીઓની ઓળખ પણ કરી લેવાઈ છે. હાલ એવા 300 પોલીસકર્મીઓને નોકરીથી હટાવીને વીઆરએસ (VRS) આપવામાં આવશે. આ પગલું અસમ સરકાર ઉઠાવવા જઈ રહી છે. અસમના મુખ્યમંત્રી હિંમતા બિસ્વા સરમાએ પોતે આ જાણકારી શેર કરી છે. 

અસમના મુખ્યમંત્રી હિમંતા બિસવા સરમાએ કહ્યું કે રાજ્ય પોલીસના લગભગ 300 અધિકારીઓને 'દારૂની લત'ના કારણે સ્વૈચ્છિક નિવૃત્િત (વીઆરએસ)ની રજૂઆત કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ પ્રક્રિા પહેલેથી શરૂ કરી દવાઈ છે અને તેમના સ્થાને નવી ભરતી કરવામાં આવશે. 

મુખ્યમંત્રીએ કહ્યું કે લગભગ 300 અધિકારીઓ અને જવાન દારૂના આદી છે અને નશાના કારણે તેમના શરીરને ઘણું નુકસાન થયું છે. સરકાર પાસે તેમના માટે વીઆરએસની જોગવાઈ છે. તેમને વીઆરએસ આપવામાં આવશે. રાજ્યના ગૃહવિભાગનો કાર્યભાર સંભાળતા હિમંતા બિસ્વા સરમાએ એક કાર્યક્રમ દરમિયાન સંવાદદાતાઓને કહ્યું કે આ અંગે જૂનો નિયમ છે, પરંતુ અમે તેનો ઉપયોગ કર્યો નહતો. હવે આ નિયમનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ. 

અત્રે જણાવવાનું કે દારૂની લતના કારણે અવારનવાર પોલીસ વિભાગે શરમિંદગીનો સામનો કરવો પડે છે. દારૂના નશામાં પોલીસકર્મી કોઈની સાથે અભદ્રતા કરી નાખે છે અથવા તો જાહેર જગ્યાઓ પર ખરાબ હાલતમાં મળી આવે છે. તેનો વીડિયો પણ વાયરલ થતો રહે છે અને કામ ન કરવામાં ક્યાંકને ક્યાંક અક્ષમ થઈ જાય ચે. આવા કારણોસર અસમમાં હવે આવા પોલીસકર્મીઓને હટાવવામાં આવી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news